ગાંધીનગર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપક ભરતીકાંડના પડઘા પડ્યા છે. આ મામલે હવે રાજ્યસભા સાંસદ રામ મોકરીયાએ વિવાદીત નિવેદન આપ્યું છે. આ મામલો સમગ્ર રાજ્યના શિક્ષણજગતમાં ચર્ચામાં રહ્યો છે. રામ મોકરીયાએ કહ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાધામ છે. વિદ્યાધામમાં આ પ્રકારનું કૌભાંડ ન ચલાવી લેવાય. અધ્યાપકોની ભરતીમાં ભલામણ ન થવી જોઈએ. મામા-માસીનાને સિન્ડિકેટમાં ન લેવાય. અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરીશું.
પણ મે જોયેલી એક ક્લિપમાં વિદ્યાર્થી પરિષદનું કોઈ ન હતું. હું તો જૂના સિન્ડિકેટ સભ્યોને લઈને હાઈકમાન્ડ સુધી વાત કરીશ. કનુ મેવાણી હતા ત્યારે સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. પછી થોડો સુધારો થયો પણ એ પછી તો પરિસ્થિતિ સાવ ડાઉન થઈ ગઈ. પોલીસે એમની પાસેથી મોબાઈલ ઝૂટવી લીધા છે. ખાસ તો ભલામણથી ક઼ૉલેજમાં જે કંઈ થાય છે એ બંધ થવું જોઈએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું હવે આ યુનિ.ની ગરીમા ઘટતી હોય એવું લાગે છે. આ યુનિ.ની ગરીમા જળવાવી જોઈએ.
19 કે 9 વર્ષથી પેધી ગયેલા સિન્ડિકેટ સભ્યોને હું બે હાથ જોડીને વિનંતી કરૂ છું કે,પોતાનું પદ સ્વૈચ્છિક રીતે ખાલી કરી દે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને પણ રજૂઆત કરાશે. આ સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સામે પણ આ મુદ્દો મૂકાશે. આ વિષય પર સાંસદે કહ્યું કે, કૉલેજોની ઈજારાશાહી હોય છે. કોઈ વિદ્યાર્થીને બીજી કૉલેજમાં એડમિશન ન મળે એ માટે તથા પોતાની કૉલેજ ભરાઈ જાય પછી સીટ ઓપન કરે એવા આઈડિયાનો પ્રયોગ થાય છે. નવા લોકોને આ માટે તક આપે. ખાનગી કૉલેજને વધુ મંજૂરી આપવામાં આવતી હોય છે. એજ્યુકેશન એ કોઈ ધંધો નથી. શિક્ષણ સેવાનું કામ છે. કલાધર આર્યની ભરતીને લઈને મારી પાસે કોઈ પણ એવા પુરાવા આવશે તો હું ચોક્કસ પ્લેટફોર્મ પર રજૂ કરીશ. નો રીપિટની થિયરી સેનેટની ચૂંટણીમાં પણ અપનાવી જોઈએ. પ્રોફેસર જે કાયમી ધોરણે હાજરી નહીં આપતા હોય એની પણ રજૂઆત થશે. એ અંગે ખાસ વિચારણા કરીને શિક્ષણમંત્રીને જાણ કરવામાં આવશે. જે સભ્યો વર્ષોથી પેધી ગયા છે. હું સૌરાષ્ટ્ર યુનિ.માં કોઈ પ્રકારની રજૂઆત કરવા માટે ગયો ન હતો. માત્ર મળવા માટે ગયો હતો. જેમાં વિદ્યાર્થી પરિષદના ત્રણ કાર્યકર્તાઓને પોલીસે પકડીને બેસાડી દીધા. જેના પર આરોપ છે તેઓ તોફાન કરે છે.