પૂણે પોલીસે આખરે મુંબઈ ક્રુઝ ડ્રસ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના વિવાદીત સાક્ષી કિરણ ગોસાવીને દબોચી લીધો છે. આ સાથે એ વાતની ખાતરી કરી છે કે એના પર છેત્તરપિંડીનો કેસ છે. પોલીસે એની સામે તપાસ શરૂ કરી દીધી છે. પૂણે પોલીસના જણાવ્યા અનુસાર ગોસાવીની મોડી રાત્રે પૂણેમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કિરણ ગોસાવી સામે પૂણેના ફરસખાના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. વર્ષ 2018નો કેસ છે. એની સામે લુક આઉટ જાહેર કરાઈ હતી.
હવે ગોસાવીએ એક વીડિયો જાહેર કરીને પ્રભાકર પર આરોપ મૂક્યો છે કે, પ્રભાકરને છેલ્લા પાંચ દિવસમાં ઘણી ઓફર આવી છે. આવું એના મોબાઈલ રોકોર્ડ પરથી જાણવા મળશે. મીડિયાને અપીલ કરતા કહ્યું કે, પ્રભાકર અને તેના બંને ભાઈની કોલ ડીટેઈલ અને મોબાઈલ ચેટ મંગાવો. મારી પણ ચેટ રેકોર્ડ જુઓ, મેં કોઈ વાત કરી છે કે નહીં. ગોસાવીએ કહ્યું કે, મારો ઈમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે. ગોસાવીએ આ વીડિયો મરાઠીમાં રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો ગોસાવીએ પોતાની ધરપકડ પહેલા રેકોર્ડ કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ગોસાવી ફરાર હતો. પૂણે પોલીસની ટીમ ગોસાવીને પકડવા માટે ઉત્તર પ્રદેશ પણ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ 2018માં કિરણ ગોસાવી અને શેરબાનો કુરૈશીએ પૂણેના ચિન્મય દેશમુખ નામના યુવાનને મલેશિયામાં નોકરી અપાવવા માટે લાલચ આપી હતી. કામને લઈને યુવક પાસેથી રૂ.3 લાખની છેત્તરપિંડી કરવામાં આવી હતી. કિરણ ગોસાવી એ વ્યક્તિ છે જે આર્યન ખાન સાથે સેલ્ફિ લેવાના મામલે ચર્ચામાં હતો. આ મામલે પૂણે પોલીસે શેરબાનો કુરૈશીની મુંબઈની ધરપકડ કરવામાં આવી છે. એ પછી ગોસાવી પકડાયો હતો. ગોસાવી આર્યન ખાન ડ્રગ કેસમાં NCBનો સાક્ષી છે. ક્રુઝ ડ્રગ્સ કેસમાં પ્રભાકર સેલે આરોપ મૂક્યો હતો કે, આર્યન ખાનને છોડવા માટે ગોસાવીએ રૂ.25 કરોડની ડીલ કરી હતી. પ્રભાકર ગોસાવીનો બોડીગાર્ડ પણ રહ્યો છે.