પાકિસ્તાનની ટીમના કેપ્ટન બાબર આઝમે ભારત સામે દમદાર બેટિંગ કરીને પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટી જીત અપાવી છે. બેસ્ટ ઈનિંગ ભારત સામે રમીને ટીમને સફળતા અપાવી છે. જેની ચર્ચા સમગ્ર ક્રિકેટજગતમાં થઈ રહી છે.
વિશ્વકપના ઈતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે, ભારતીય ક્રિકેટ ટીમને પાડોશી દેશની ક્રિકેટ ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો. ભારત સામેની આ મોટી જીત બાદ એક હિતકારી પગલું ભર્યું છે. આ પગલાંથી તેમણે ભારત સામેની જીતનું સેલિબ્રેશન કર્યું છે.
I want to celebrate by educating 250 deserving students through Noon, the leading edtech platform. This is dedicated to my father and role model, Muhammad Azam and Saya Corporation.#NoonxBabar #BabarNoonScholarship @NoonPakistan @SayaCorps pic.twitter.com/KV2xKTdNhB
— Babar Azam (@babarazam258) October 25, 2021
બાબર આઝમે એજ્યુકેશન પ્લેટફોર્મ નુન સાથે એક પાર્ટનરશીપ કરીને 250 વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા માટેનું પગલું ભર્યું છે. પાકિસ્તાની બેટ્સમેન બાબરે કહ્યું કે, પિતા મુહમ્મદ આઝમ અને સાયા કોર્પોરેશન આ ક્ષેત્રે ઘણા સક્રિયા છે. જ્યારે પિતા પણ આ માટે ખૂબ જ કામ કરી રહ્યા છે. આ સંસ્થા માટે પિતાએ ઘણું સમર્પણ કર્યું છે. આ પ્લેટફોર્મ માટે 2 મિલિયન પાકિસ્તાની રૂપિયાઓનું એક ફંડ તૈયાર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય પાછળ ખર્ચાશે. આ મામલે બાબરે એક ટ્વીટ કર્યું હતું કે, હું એક અગ્રણી ટેક પ્લેટફોર્મ નુનના માધ્યનથી 250 યોગ્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને આ જીનું સેલિબ્રેશન કરવા માગું છું. જે મારા પિતા અને રોલ મોડલ મુહમ્મદ આઝમ તથા સાયા કોર્પોરેશનને સમર્પિત છે. ઉલ્લેખનીય છે કે, આઝમે ભારત સામેની મેચમાં 68 રન બનાવી છેક સુધી અણનમ રહ્યો હતો. આ સિવાય ઓપનર રિઝવાને પણ 79 રન બનાવીને છેક સુધી અણનમ રહ્યો હતો. બંનેની શાનદાન પાર્ટનર શીપથી પાકિસ્તાન ક્રિકેટ ટીમ સફળ થઈ હતી. આ સાથે 150થી વધારે રનનો ટાર્ગેટ ચેઝ કરી દીધો હતો.
પાકિસ્તાનના બેટ્સમેને 17.5 ઓવરમાં સમગ્ર મેચ પર જીત હાંસલ કરી દીધી હતી. બાબર આઝમ પાકિસ્તાનના બેસ્ટ બેટ્સમેન પૈકીનો એક છે. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં તેનું બેટિંગ શાનદાર રહ્યું છે. પાકિસ્તાન માટે ત્રીજા ક્રમનો સૌથી વધારે રન બનાવનાર ખેલાડી રહ્યો છે. આઝમે અત્યાર સુધીમાં 62 T20 ઈન્ટરનેશનલમાં 48.34ની એવરેજથી 2272 રન કર્યા છે. આ સિવાય કુલ 35 ટેસ્ટમેચ પણ રમી છે. જ્યારે 83 વન ક્રિકેટ મેચ રમી છે. જે તમામમાં એક કેપ્ટન તરીકે પણ સારૂ કામ કર્યું છે.