ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમને નવા હેડ કોચ મળવાની સંભાવના પ્રબળ બની ગઈ છે. આ પદ માટે રાહુલ ડ્રવિડે અરજી કરી છે. રાહુલ ડ્રવિડે મંગળવારે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચની પોસ્ટ માટે અરજી કરી છે. ઉલ્લેખનીય છે. આ પહેલા રાહુલ ડ્રવિડ હેડ કોચ બનવા માટે તૈયાર ન હતા. પરંતુ બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તેની સાથે વાતચીત કરીને અંતે મનાવી લીધા છે. તાજેતરમાં જ રાહુલ ડ્રવિડ ટીમ ઈન્ડિયાની સાથે શ્રીલંકાના પ્રવાસ ઉપર ગયા હતા. જ્યાં તેણે હેડકોચની જવાબદારી નિભાવી હતી. રાહુલ ડ્રવિડના કોચિંગમાં ભારતીય ટીમે શ્રીલંકાને વનડે સીરીઝમાં મ્હાત આપી હતી. જો કે, ટી-20 સીરીઝમાં ભારતના ઘણા મહત્વના ખેલાડી કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. જેના કારણે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ટીમ ઈન્ડિયાને ટી-20 વર્લ્ડ કપ બાદ ન્યુઝીલેન્ડ સામે ડોમેસ્ટિલ સીરીઝ રમવાની છે અને ત્યાંથી રાહુલ ડ્રવિડ ટીમની કમાન સંભાળી શકે છે. રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે રાહુલ ડ્રવિડની ભૂમિકા હેડકોચથી વધારે છે. જો કે, રાહુલ ડ્રવિડ છેલ્લા ઘણા સમયથી ભારતના જૂનિયર ખેલાડીઓ માટે કામ કરે છે. તે અંડર-19 ટીમને વર્લ્ડ કપ જીતાવી ચુક્યા છે. સાથે જ ઈન્ડિયા-એ માં ખેલાડીઓના વિકાસ માટે તેણે ઘણું કામ કર્યું છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, રાહુલ ડ્રવિડની ટીમ ઈન્ડિયાના હેડકોચ બન્યા બાદ ઈન્ડિયા-એ અને અંડર-19 ટીમો ઉપર નજર રાખશે. તે તે ટીમોના કોચના હેડ બની શકે છે.
ડ્રવિડની ભૂમિકા હેડકોચથી વધારે મોટી રહેશે તો તેનું વેતન પણ વધારે જ હશે. ટીમ ઈન્ડિયાના વર્તમાન હેડકોચ રવિ શાસ્ત્રીને બીસીસીઆઈ સાડા 8 કરોડ રૂપિયા આપે છે. પરંતુ ડ્રવિડને તેના કરતા વધારે પગાર મળવાની વાત સામે આવી રહી છે. ડ્રવિડને બીસીસીઆઈ 10 કરોડ રૂપિયા સુધી આપી શકે છે. તો બીજી તરફ ભારતના પૂર્વ વિકેટકિપર અજય રાત્રાએ ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડીંગ કોચના પદ માટે અરજી કરી છે. રાત્રાએ 6 ટેસ્ટ અને 12 વન-ડે ઉપરાંત 99 ફર્સ્ટ ક્લાસમેચ પણ રમ્યા છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં હરિયાણાની કેપ્ટનશીપ કરી ચુકેલા આ પૂર્વ ખેલાડીની પાસે કોચીંગનો સારો અનુભવ છે. તો અત્યારે અસમના મુખ્ય કોચ છે. આઈપીએલમાં તેણે દિલ્લી કેપીટલ્સની સાથએ કામ કર્યું છે અને આ પહેલા ભારતીય મહિલા ટીમની સાથે જોડાયા હતાં. રાત્રાએ નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિદ્ધિમાન સાહા અને ઋષભ પંત જેવા વિકેટકીપરોની સાથે કામ કર્યું છે.