ઈરાનના ઘણા પેટ્રોલ સ્ટેશનો ઉપર સાઈબર એટેક થયો છે. એક મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા પ્રમાણે ઈરાન અને તહેરાનના ઘણા પેટ્રોલ સ્ટેશનો ઉપર સાઈબર હુમલાના સમાચારો મળ્યાં છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે પણ આ હુમલાની જાણકારી આપી હતી. સાઈબર હુમલા બાદ ગેસ સ્ટેશનમાં આવેલી ઘણી ટેકનિકલ ખામીઓને દુર કરવા માટે તેલ મંત્રાલયના અધિકારી ઉચ્ચસ્તરીય બેઠ કરી રહ્યાં છે. હુમલાની બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થઈ શકે છે. કારણ કે ઈરાન સમગ્ર દુનિયાને ક્રુડની સપ્લાઈ કરે છે.
ગેસ સ્ટેશન ઉપર સાઈબર હુમલાો અને સપ્લાઈમાં આવી રહેલી મુશ્કેલીઓ પાછળ ક્યાં તત્વોનો હાથ છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. જો કે આ હુમલાની જવાબદારી કોઈપણ સંગઠને લીધી નથી. માટે આ ઘટના ઉપરથી પદડો ઉઠતા સમય લાગી શકે છે. આ સાઈબર એટેક કે હેકીંગના કારણે સમગ્ર ઈરાનના પેટ્રોલ સ્ટેશનોમાં ઈંધણ સબસિડી દેનારી એક સરકારી સીસ્ટમને બંધ કરવી પડી છે. આ ઘટના બાદ પેટ્રોલના વેચાણ ઉપર બ્રેક લગાવી દેવામાં આવી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તહેરાનમાં કારોની લાંબી લાઈનો લાગી છે. પેટ્રોલ પંપો ઉપર હુમલા બાદ સપ્લાઈ ઉપર અસર પડી છે અને લોકો કલાકો સુધી રાહ જોઈ રહ્યાં છે. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે તહેરાન ગેસ સ્ટેશન ઉપર કારોની લાઈનો નજરે દેખાઈ રહી છે. જેમાં પંપ બંધ છે અને સ્ટેશન પણ બંધ હતાં.

ગેસ સ્ટેશનો ઉપર સાઈબર હુમલાને કોડ 64411 દેવામાં આવી રહ્યો છે. આ પ્રકારના સાઈબર કોડે આ વર્ષે જુલાઈ માસમાં ઈરાનની રોલરોડ સિસ્ટમ ઉપર હુમલો કર્યો હતો. ઈઝરાયેલની સાઈબર સિક્યોરીટી કંપની ચેક પોઈન્ટે ટ્રેન એટેક પાછળ તે હેકર્સ ગ્રુપનું નામ આપ્યું હતું જે પોતે ઈન્દ્રનું નામ આપે છે. ઈન્દ્રને હિંન્દુ દેવતાઓમાં માનવામાં આવે છે. આ ગ્રુપ પૂર્વ સીરિયામાં પણ એક કંપની ઉપર હુમલો કરી ચુક્યું છે. તે હુમલામાં રાષ્ટ્રપતિ બશર અસરે ઈરાનનો હાથ ગણાવ્યો હતો.

ઈરાનમાં સસ્તો ગેસ લેવો લોકોનો જન્મસિદ્ધ અધિકાર માનવામાં આવે છે. સમગ્ર દુનિયામાં કોવિડ મહામારીના હાહાકાર વચ્ચે પણ ઈરાને ક્રુડ અને ગેસ ઉપર સબસિડી ચાલુ રાખી હતી. ઈરાન દુનિયામાં ચોથો દેશ છે જેની પાસે ક્રુડ ઓઈલનો સૌથી મોટો ભંડાર છે. ઈરાન એવો દેશ છે જ્યાં ગેસ અને તેલના ભાવોમાં મામુલી વધારો પણ મોટો વિવાદ ઉભો કરી દે છે. 2019માં ઈરાનના 100થી વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શન થયું હતું જેને ડામવા માટે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. આ સાઈબર હુમલા બાદ સવાલ ઉઠવા લાગ્યો છે કે શું ઈરાની ગેસના ભાવમાં વધારો થશે કે કેમ ?