ભારત સહિત એશિયાના તમામ દેશમાં ચાલુ વર્ષે શિયાળામાં હાડ થીજવી દેનાર ઠંડી પડવાની સંભાવના સેવાઈ રહી છે. દેશભરમાં વધી રહેલા ઉર્જા સંકટ વચ્ચે ભારતના ઉતરી ભાગના રાજ્યોની વાત કરીએ તો અહિ ન્યુનતમ તાપમાન ૩ ડીગ્રી સેલ્સીયસ સુધી ગગડવાની સંભાવના સેવાઈ રહી છે. મૌસમની આ દશા માટે અલ નીનોની અસરને જવાબદાર માનવામાં આવે છે. પ્રશાંત મહાસાગરના ક્ષેત્રમાં લા નીનો ઉભરી રહ્યો છે. સામાન્ય રીતે આનાથી ઉતરી ગોળાર્ધ તાપમાન સામાન્યથી નીચું રહે છે. જેથી ક્ષેત્રીય મૌસમ એજન્સીઓ આ વર્ષે કડકડતી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

અને લોકોને કડકડતી ઠંડી સામે રક્ષણ માટે તૈયાર રહેવા સલાહ આપે છે.યુરોપ અમેરિકામાં શિયાળામાં જયારે ઉર્જાની માંગ વધે છે ત્યારે અન્ય દેશોથી ઉલટું ઉર્જાની માગણી ઘટે છે જેનું મુખ્ય કારણ એર કંડીશનર અને રેફ્રીજરેટરની માંગ ઘટી જતી હોય છે.દેશના પ્રમુખ કોલસા ખનન ક્ષેત્રમાં પૂરના કારણે કોલસાની મોટા પાયે ખોટ વર્તાઈ રહી છે. જેનાથી ઘણા રાજયમાં વીજળીના સંકટ ઉભા થયા છે.બ્લૂમબર્ગની રીપોર્ટ મુજબ ઘણા દેશ ખાસ કરીને ચીન ઇંધણની ઉચી કિમત અને વીજળીના સંકટથી ઝઝૂમી રહ્યા છે.કોલસા,ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવ નવાં રેકોર્ડ સ્તર પર જઈ રહ્યા છે. કડકડતી ઠંડીમાં આ ચીજ વસ્તુની માંગ વધશે જેથી ભાવ પણ વધુ ઉચા જશે ડેટા પ્રોવાઇડર ડીટીએન માં મોસમ ગતિવિધિયોના ઉપાધ્યક્ષ રેની વાંડેવેગેએ જણાવ્યું હતું કે,અમે આશા રાખીએ છીએ કે પૂરે ઉતર પૂર્વ એશિયામાં આ શિયાળા દરમિયાન તાપમાન સામાન્યથી ઓછું રહેશે.

હિમાચલ પ્રદેશમાં ફરી હિમવર્ષા થઇ
ઉતરાખંડના મૌસમને ફિર કરવટ બદલી રહી છે. હાલમાં બની રહેલા તોફાનથી હિમાલય ક્ષેત્રમાં પહોચવાના કારણે પ્રદેશમાં વાદળ છવાયેલ છે અને કાલે મોડી સાંજે સતત હિમવર્ષા થઇ રહી છે.ઘણા વિસ્તારમાં કરા પડવાની પણ સુચના મળી છે. આ સાથે કેદારનાથ ધામમાં પણ બરફવર્ષા વચ્ચે શ્રધ્ધાળુઓના પહોચવાનું ચાલુ છે.બીજી તરફ આઈ એમ ડીએ જણાવ્યું હતું કે સોમવારે હિમાચલના લાહોલ અને સ્પીતી ક્ષેત્રના ઘણા ભાગમાં બરફવર્ષા થઇ છે.જિલ્લામાં થયેલ હિમવર્ષાના કારણે મનાલી લેહ માર્ગમાં વાહનની આવન જાવન અટકાવી દેવાઈ છે લાહોલ અને સ્પીતી જીલ્લામાં ખરાબ મૌસમના કારણે 80 લોકો ફસાયા છે

આ વર્ષે ચોમાસાની મોડેથી વિદાય થઇ.
દક્ષિણ પશ્ચિમ મોનસુનની સોમવારે વિદાય લીધી.ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગ (આઈએમડી)ના મતે આ સાથે નીચેના ક્ષોભ મંડળ સ્તરમાં ઉતર પૂર્વી હવાઓ બનવાથી દક્ષિણ ભારતમાં પૂર્વોતર ચોમાસું શરુ થઇ ગયું છે.
આઈએમડીના આકડા અનુસાર 2010અને 2021ની વચ્ચે દક્ષિણ પશ્ચીમ ચોમાસું 25 ઓક્ટોબર કે ત્યારબાદ 2017,2010,2016,2020,2021માં દેશમાંથી ગયું છે.દક્ષિણ પશ્ચિમી ચોમાસાની 6 ઓક્ટોબરથી રાજસ્થાન, અને તેનાથી જોડાયેલ ગુજરાતથી ચોમાસની રવાનગી શરુ થઇ ગઈ હતી. જે 1975 બાદ સૌથી મોડી વિદાય માનવામાં આવે છે.ઉતર પશ્ચિમ ભારતથી દક્ષિણ પશ્ચિમ સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરથી વિદાય લેવાનું શરુ કરે છે,
ગયા વર્ષે 28 સપ્ટેબર,2019માં 9 ઓક્ટોબર 2018માં 29 સપ્ટેબરમાં ચોમાસાના વિદાય શરુઆત થઇ હતી.
.