ઈનકમ ટેક્સ વિભાગે એક રીક્ષા ચાલકને 3 કરોડ રૂપિયાની નોટીસ મોકલી છે. આ સાંભળીને થોડું અજીબ લાગશે. પરંતુ હા આ વાત સાચી છે. આ કિસ્સો ઉત્તરપ્રદેશનો છે. ઉત્તરપ્રદેશના મથુરામાં એક રીક્ષા ચાલક ત્યારે અવાચક થઈ ગયો જ્યારે ઈનકમ ટેક્સ વિભાગે તેને નોટીસ પાઠવીને 3 કરોડ રૂપિયા ચુકવવાની વાત કરી. નોટીસ મળ્યા બાદ રીક્ષા ચાલક પોલીસની પાસે મદદ લેવા માટે પહોંચી ગયો હતો.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

મથુરાના બાકલપુર વિસ્તારમાં આવેલી અમરકોલોનીના નિવાસી પ્રતાપ સિંહને આઈટી વિભાગે નોટીસ મળ્યા બાદ હાઈવે પોલીસ સ્ટેશનમાં ફ્રોડની ફરિયાદ નોંધાવી છે. પ્રતાપ સિંહ રીક્ષા ચલાવે છે. પોલીસે આ કેસમાં અત્યારે કોઈ કેસ દાખલ કર્યો નથી. પરંતુ કેસની તપાસ શરૂ કરી દીધી છે.
પ્રતાપ સિંહે સોશયલ મીડિયા ઉપર એક વીડિયો અપલોડ કરીને આ સમગ્ર મામલો જણાવ્યો હતો. પ્રતાપના જણાવ્યા પ્રમાણે 15 માર્ચના રોજ તેણે બાકલપુરના જનસુવિધા કેન્દ્રમાં પાનકાર્ડ માટે અરજી કરી હતી. બેંકે તેને પાનકાર્ડ જમા કરાવવા માટે કહ્યું હતું. જન સુવિધા કેન્દ્ર તરફથી પ્રતાપને જણાવાયું કે, તેનું પાન કાર્ડ 1 મહિનાની અંદર આવી જશે. પરંતુ એવું થયું નહીં. અને બાદમાં તેને જાણ થઈ કે તેણે પાનકાર્ડને સંજય સિંહ નામના વ્યક્તિને આપી દીધું હતું.

આ વચ્ચે પ્રતાપ કેન્દ્ર ઉપર પાન કાર્ડ માટે ગયો તો તેને પાન કાર્ડની કલર પ્રિંટ આપવામાં આવી. જો કે રીક્ષાચાલક ભણેલો ન હતો. જેના કારણે તેને ખબર જ પડી નહીં કે પાન કાર્ડ સાચુ છે કે તેની ફોટોકોપી છે. પ્રતાપને જ્યારે આઈટી વિભાગમાંથી ફોન આવ્યો તો તેના હાથ-પગ ફુલાઈ ગયાં હતાં.
પ્રતીકાત્મક તસ્વીર