ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ આપતી કંપની માટે ખરા અર્થમાં ગુડ ન્યૂઝ છે. PayTMના IPOને SEBIની લીલીઝંડી મળી ગઈ છે. આ માટે કંપનીના CEO વિજયશેખર શર્મા ખૂબ જ ખુશ છે. એમની ખુશી સાતમા આસમાને પહોંચી છે. તેઓ ખુશીને કારણે નાચતા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર એમનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં તે ડાન્સ કરતા જોવા મળ્યા છે. કેટલાક યુઝર્સે આથી એને ડાન્સિગ રોક સ્ટાર નામ આપી દીધું છે.
વીડિયોમાં જોવા મળ્યું છે કે, વિજયશેખર કંપનીના લોકો સાથે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કિશોરકુમારનું ગીત બેગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે. ‘અપની તો જૈસે તૈસે, કોઈ આગે ન પીછે’ જેના પર તેઓ ડાન્સ કરી રહ્યા છે. PayTMના CEO વિજયશેખર શર્મા છે. આ ખુશીના માહોલમાં ફોન એને ડિસ્ટર્બ કરી રહ્યો છે. પણ તે ફોન કટ કરીને ફરી ડાન્સ કરવા લાગે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો પર અનેક લોકોએ પોતાની રીતે કોમેન્ટ કરી છે. કિશોર જૈન નામના યુઝરે લખ્યું કે, માઈન્ડ બ્લોઈંગ, ભરપૂર ખુશી વ્યક્ત થઈ રહી છે. જે દેખાઈ છે. શાનદાર. બીજા એક યુઝરે લખ્યું કે, ખુશી કેવી રીતે શેર કરી શકાય એ વિજયસર સિવાય બીજું કોઈ જાણતું નથી. કેટલાક લોકો એવું પણ કહે છે કે, આ વીડિયો જૂનો છે. PayTMના IPOનું મુલ્ય રૂ.16600 કરોડ છે. અત્યાર સુધીનો સૌથી મોટા IPO તરીકે કંપનીના IPOની ગણતરી થઈ રહી છે. જો કંપનીએ આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધુ તો આ રકમ વર્ષ 2013માં કોલ ઈન્ડિયા તરફથી એકઠા થયેલા રૂ.15000 કરોડ કરતા વધારે હશે. આ વર્ષે જુલાઈ મહિનામાં PayTMએ સેબીને ડ્રાફ્ટ પેપર આપી દીધા હતા. જેમાં કંપનીએ ચોખવટ કરી હતી કે, નવા શેરના માધ્યમથી રૂ.8300 કરોડ રૂપિયા અને વેચાણ માટે પ્રસ્તાવ માધ્યમથી રૂ,8300 કરોડ એકઠા કરવાનો પ્લાન છે. Paytmના મોટા રોકાણકારોમાં ચીનના અલીબાબા અને એન્ટ ગ્રુપનો સમાવેશ થાય છે, જેઓ મળીને 38 ટકા હિસ્સો ધરાવે છે. સોફ્ટ બેન્ક, વોરેન બફેટ અને ઇએનટી ઇન્વેસ્ટમેન્ટ જેવા અનુભવી રોકાણકારોએ આ કંપનીમાં મોટું નાણું રોકેલું છે. Paytm પાસે 2 કરોડથી વધુ વેપારીઓ છે. એવું એક બિઝનેસ રીપોર્ટમાંથી સામે આવ્યું છે.