દિવાળી પર્વ નજીક આવી રહ્યો છે લોકો જીવન જરૂરી ચીજ વસ્તુ ખરીદી પર કાપ મુકી રહ્યા છે અને વધી રહેલા પેટ્રોલ ડિઝલ પર ખર્ચ કરવા મજબુર બન્યા છે. દેશની સરકારી તેલ કંપનીઓએ સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો થયો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
નવા ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ પ્રતિલિટર રૂ. 107.24 અને ડીઝલ 95.97 રૂપિયા થયું છે, જ્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. 103.87 છે. સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવથી જનતાનું તેલ નીકળી ગયું છે. સરકાર ભલે મોઘવારી ઘટી હોવાના મસ મોટા દાવા કરતું હોય પણ સ્થિતિ એ એવી બની છે કે લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુ ખરીદી કરવા અન્ય ચીજ વસ્તુ પર કાપ મુકવા મજબુર બન્યા છે.
આ મહિને 23 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 18મી વખત વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 5.60 અને ડીઝલ 6 રૂપિયા મોંઘું થયું છે. જ્યારે 2021ની વાત કરીએ તો આ વર્ષે 1 જાન્યુઆરીએ પેટ્રોલ 83.97 અને ડીઝલ 74.12 રૂપિયા પ્રતિલિટર હતું. હવે આ 106.54 અને 95.27 રૂપિયા પ્રતિલિટર થયું છે, એટલે કે 10 મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ 22.57 અને ડીઝલ 21.15 રૂપિયા સુધી મોંઘું થયું છે.
બેન્ચમાર્ક બ્રેન્ટક્રૂડના ભાવમાં લગભગ 85 ડોલર પ્રતિ બેરલ છે, જે આગામી ત્રણથી 6 મહિનામાં આ 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. એ 100 ડોલર સુધી પહોંચવા પર પેટ્રોલ-ડીઝલમાં હાલની કિમતોથી 8-10 રૂપિયા પ્રતિલિટર વધુ મોંઘું થઇ જશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા વધુ વેટવાળાં રાજ્યોમાં કિંમતોમાં હજી વધુ વધારો થશે.
ક્રુડ ઓઈલ 100 ડોલર તરફ પહોચવાની ભીતિ
ઇરાકના તેલમંત્રી અહેસાન અબ્દુલ જબબરી મુજબ, આગામી વર્ષે પ્રથમ અને બીજા ત્રિમાસિક વચ્ચે ક્રૂડ ઓઇલ 100 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી જશે. બ્રેન્ટનો વર્તમાન ભાવ (85 ડોલર)પહેલેથી જ એક વર્ષ પહેલા (42.5 ડોલર)ની તુલનામાં બમણા છે, જેથી ભારતની મુશ્કેલીઓ વધી છે, જે જરૂરના લગભગ 85 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરે છે. હજુ આયાત વધારવી પડી શકે છે.