સેલિબ્રિટી હોવાના નાતે ઘણી વખત જ્યારે કાયદેસરની કાર્યવાહી થાય છે ત્યારે પણ એમની લેટલતિફી સામે આવે છે. આર્યન ખાન ડ્રગ કેસમાં હવે ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેનું નામ સામે આવ્યું છે ત્યારે એને પૂછપરછ માટે બોલવવામાં આવી હતી. જેમાં ઓફિસે લેટ પહોંચતા મુખ્ય તપાસ અધિકારી સમીર વાનખેડેએ એને ઝાટકી નાંખી છે. આર્યન ખાન ડ્રગ કેસમાં અન્ય સ્ટારકિડને પણ છાંટા ઊડ્યા છે. ચંકી પાંડેની પુત્રી અનન્યાની બે દિવસમાં કુલ 6 કલાક સુધીની પૂછપરછ થઈ છે. ચાર કલાક સુધી શુક્રવારે પૂછપરછ થયા બાદ તપાસ એજન્સીએ અનન્યાને સોમવારે ફરી એક વખત પૂછપરછ માટે બોલાવી હતી. એ પછી શુક્રવારે તપાસ એજન્સીએ અનન્યાને સવારે 11 વાગ્યે બોલાવી હતી. પણ સાડા ત્રણ કલાક મોડી આવી હતી. જેને લઈને મુખ્ય અધિકારી સમીર વાનખેડે એ એને આકરા શબ્દોમાં આપેલા સમયનું પાલન કરવા માટે કહ્યું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
અનન્યાને વાનખેડેએ કહ્યું કે, આ કોઈ પ્રોડક્શન હાઉસ નથી. જ્યારે મન પડે ત્યારે આવો છો. શુક્રવારે અનન્યા પાંડેની મહિલા અધિકારીઓની હાજરીમાં પૂછપરછ કરાઈ હતી. નિયમ અનુસાર સૂર્યાસ્ત બાદ કોઈ મહિલાઓની રીતે પૂછપરછ કરી ન શકાય. સવા બે કલાક સુધીની પૂછપરછ બાદ ગુરૂવારે NCBએ અનન્યાને ફરી પૂછપરછ માટે બોલાવી હતી. તપાસ એજન્સીએ પૂછવા માટે એક લાંબી પ્રશ્નાવલી તૈયાર કરી છે. પણ તે પોતાના પિતા ચંકી પાંડે સાથે અઢી વાગ્યે ઓફિસમાં પહોંચી હતી. મોડી આવતા જ સમીર વાનખેડે એના પર ગુસ્સે ભરાયા હતા. સમીર વાનખેડેએ કહ્યું કે, 11 વાગ્યાનો સમય હતો અને અત્યારે આવો છો? અહીં ક્યાં સુધી અધિકારીઓ તમારી રાહ જોઈને બેસી રહે? તમારી રાહ જોવા માટે અધિકારીઓ નથી બેઠા. આ કોઈ ફિલ્મનું પ્રોડક્શન હાઉસ નથી. આ એક સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની ઓફિસ છે. જેટલા વાગ્યાનું કહે એટલા વાગે પહોંચી જજો. સમયસર પહોંચવાનું રાખો.