ઘણી વખત એવું બને છે કે, વિપક્ષ કોઈ પ્રશ્નો ઊઠાવે એના કરતા લોકો પોતાના પ્રશ્નોના નીરાકરણ માટે આક્રમક બન્યા હોય એવા અનેક કેસ જોવા મળ્યા છે. આવો જ એક કેસ પાટણમાંથી સામે આવ્યો છે. જ્યાં વિપક્ષ જોતો રહી ગયો અને નાગરિકે આખી સભા માથે લીધી. હકીકતમાં નાગરિકની સોસાયટીમાં ગટરના પાણીનો નિકાલ ન થતા આત્મવિલોપનના પ્રયાસ કર્યા હતા. એક નાગરિકે સભામાં ભૂગર્ભ ગટરની સમસ્યાથી ત્રાસી જતા આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. એક સોસાયટીના નાગરિકે ભૂગર્ભ ગટરની સમસ્યાથી ત્રસ્ત થતા સામાન્ય સભાને તોફાની બનાવી દીધી હતી. તેણે પ્રમુખના ટેબલ પર સમસ્યાનો ઉકેલ લાવવા માટે માથા પછાડ્યા હતા.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
એટલું જ નહીં માથામાં પેપર વેઈટ મારી, પેટ્રોલ લાવીને સભામાં આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે પોલીસ બોલાવી પડી હતી. પાટણના વૉર્ડ નં.4માં શિવકૃપા સોસાયટીમાં રહેતા લોકો ગટરની ગંદકી સહન કરવા મજબુર થયા છે. ભૂગર્ભ ગટર અને પાણીની મોટી સમસ્યા છે. સ્થાનિકો છેલ્લા આઠ મહિનાથી આ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ આ મુદ્દે અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ કોઈ નીવેડો આવ્યો ન હતો. એક નાગરિકે સામાન્ય સભા શરૂ થાય એ પહેલા હોબાળો મચાવ્યો હતો. આ સમસ્યા હલ કરવા માટે તોફાની રજૂઆત કરી હતી. સભામાં રહેલા અન્ય લોકોએ એને આત્મવિલોપન કરતા અટકાવ્યો હતો. યુદ્ધના ધોરણે પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે આ યુવાનની અટકાયત કરી લીધી છે. સભા તોફાની બનતા શાસકોએ ખાતરી આપી કે, સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. એ પછી મામલો ઠંડો પડ્યો હતો. આ મામલે સભામાં આવેલા પ્રિતેશ દવે તથા અન્ય સાથી ત્રિવેદીભાઈએ કહ્યું કે ગત જુન મહિનાની વાત છે. અગાઉ કેટલીય વખત રજૂઆત કરી ચૂક્યા છીએ. ગટરના ગંદા પાણી વચ્ચે આખો દિવસ કાઢવો પડે છે.
લોકો બીમાર પડી રહ્યા છે કામ કરવાના વચન તો ઠીક પણ હવે પરિણામ જોઈએ છે. ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ કહ્યું કે, ગટરલાઈન વર્ષ 1979માં નંખાઈ છે. અત્યાર સુધી બધુ બરોબર હતું. ઓવરબ્રીજનું કામ ચાલું થતા લાઈન બંધ થઈ એટલે આ સમસ્યા ઊભી થઈ. જોકે, આ કેસમાં કોર્પોરેટર શૈલેષ પટેલ, મુકેશ પટેલ, મનોજ પટેલ સહિત અન્ય સભ્યોએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.