IT ડિપાર્ટમેન્ટે ચાલુ નાણાકીય વર્ષમાં 18 ઓક્ટોબર સુધીમાં 63.23 લાખથી વધારે ટેક્સપેયર્સને 92,961 કરોડ રૂપિયાથી વધારે રકમનું રિફંડ આપ્યું છે. આ આંકડો 1 એપ્રીલ 2021થી 18 ઓક્ટોબર 2021ની વચ્ચે આપવામાં આવેલા રિફંડનો છે. તેમાં પર્સનલ ઈનકમ ટેક્સ રિફંટ 23,026 કરોડ રૂપિયા હતો તો કોર્પોરેટ્સ ટેક્સનું રિફંડ 69,934 કરોડ રૂપિયાનું હતું.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટ્વિટર ઉપર જણાવ્યું છે કે સીબીડીટીએ એક એપ્રીલ 2021થી 18 ઓક્ટોબર 2021ની વચ્ચે 63.23 લાખથી વધારે ટેક્સપેયર્સને 92,961 કરોડ રૂપિયાથી વધારે રકમનું રિફંડ આપ્યું છે. 61, 53, 231 કેસોમાં 23,026 કરોડ રૂપિયાનું ઈનકમ ટેક્સ રિફંડ જાહેર કરાયું છે અને 1, 69, 355 કેસોમમાં 69,934 કરોડ રૂપિયાનો કોર્પોરેટ ટેક્સ રિફંડ જાહેર કર્યું છે.
CBDT issues refunds of over Rs. 92,961 crore to more than 63.23 lakh taxpayers from 1st April, 2021 to 18th October, 2021. Income tax refunds of Rs. 23,026 crore have been issued in 61,53,231 cases &corporate tax refunds of Rs. 69,934 crore have been issued in 1,69,355 cases(1/2)
— Income Tax India (@IncomeTaxIndia) October 21, 2021
ઉલ્લેખનીય છે કે, વીતેલા નાણાકીય વર્ષ 2020-21માં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 2.38 કરોડ ટેક્સપેયર્સને 2.62 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ જાહેર કર્યું હતું. તે નાણાકીય વર્ષ 2019-20માં આપવામાં આવેલા 1.83 લાખ કરોડ રૂપિયાના રિફંડ કરતા 43.2 ટકા વધારે હતું.
તાજેતરમાં જ ઈનકમટેક્સ ડિપાર્ટમેન્ટે નાણાકીય વર્ષ 200-21 માટે અત્યારસુધીમાં બે કરોડથી વધારે આઈટીઆર દાખલ કરવામાં આવી છે. અને નવા આઈટી પોર્ટલના પ્રદર્શનમાં જોડાયેલી સમસ્યાઓ ઘણા અંશે દુર થઈ ગઈ છે. સીબીડીટીએ ટેક્સપેયર્સને નાણાકીય વર્ષ 2020-21 માટે પોતાનો ઈનકમ ટેક્સ રિટર્ન જલ્દી દાખલ કરવાની અપીલ કરતા કહ્યું કે, તમામ આઈટીઆરને ઈ-ફાઈલીંગની સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.