ભાજપના પ્રદેશ પ્રમુખે સરકારી કામગીરી અંગે નિવેદન આપ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આણંદના સારસામાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા સરકારી કામની ગુણવત્તા પણ ટિપ્પણી કરી હતી. ગ્રામપંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે હાજર રહેલા પાટીલે સંબોધનમાં કહ્યું કે, સરકારી બજેટ મર્યાદિત હોવાથી નિર્માણ થનારા ભવન થોડા તકલાદી હોય છે. જોકે, પોતાન સંબોધન દરમિયાન સરકારી કામગીરી સામે સવાલ કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારીમાંથી વ્યવસ્થા ઊભી કરતા હોય છે. એ સમયે બજેટ મર્યાદિત હોય છે. તેથી તેનું ભવન થોડું તકલાદી હોય છે. કોન્ટ્રાક્ટર પણ ન્યાય આપતા નથી. જેના કારણે કોઈ મજબુતાઈ ભવનની હોતી નથી. જાળવણી ન થતા તે જર્જરિત બની જાય છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આ પ્રસંગે સી.આર. પાટીલે દાતા પરિવારની ગામ પ્રત્યેની લાગણીના વખાણ કર્યા છે. એમની ઉદાર સખાવતને વધાવી હતી. એમની આવી કામગીરીને બિરદાવી હતી. જોકે, સરકારી કામગીરી અંગેના આવા નિવેદનથી આ કાર્યક્રમ રાજકીય લોબીમાં ચર્ચામાં રહ્યો છે. મર્યાદિત સરકારી બજેટમાં થતા ગ્રામ પંચાયતના ભવનોના કામ તકલાદી હોય છે. એવું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું છે. આણંદના સારસા ગામે રૂ.60 લાખથી વધારે લોકોના ફાળાથી નિર્માણ થયેલા ગ્રામ પંચાયતના ભવનનું સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે સંત સમિતિના અધ્યક્ષ અવિચદાસજી મહારાજ અને પાટીલે એક સાથે આ ભવન લોકો માટે ખુલ્લુ મૂક્યું હતુ. કારણ કે, રાજ્યમાં સરકારમાં પણ ભાજપ પક્ષ રહ્યો છે. સારસા ગામે NRIના ગામ તરીકે ઓળખાય છે. અગાઉ ગ્રામ પંચાયતનું ભવન ખૂબ જ ગીત વિસ્તારમાં હતું. જેમાં ગ્રામજનો અને NRI પરિવારોને નાગરિક સુવિધાઓ અને બેઠક વ્યવસ્થા સહિતની અગવડો નડતી હતી. છેલ્લા ઘણા સમયથી નવા ભવન માટેની કવાયત ચાલું હતી. દાતાઓને પણ પહેલ કરવામાં આવી હતી.