અમેરિકામાં રહેતા NRIના ખાતામાંથી ખોટી ચેકબુક અને અમેરિકાના ફોન નંબર જેવા ભારતીય નંબર પ્રાપ્ત કરીને મોટી રકમ પચાવી પાડવા માટે પ્લાન ઘડાયો હતો. HDFC બેંકે દિલ્હી પોલીસના સાયબર સેલ વિભાગમાં આ અંગે એક ફરિયાદ કરી હતી. જેમા એક ખાતામાંથી પૈસા ઉઠાવવા માટે કુલ 66 વખત પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ ફરિયાદ પર સાયબર સેલ CyPADએ ઈન્ટરનેટ બેંકિગની મદદથી હેકિંગમાં સામિલ એક આખા રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં બેંકના ત્રણ કર્મચારીનો પણ રેકેટમાં સમાવેશ થતા ધરપકડ કરવામાં આવી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
NRI ગ્રાહક સાથે છેત્તરપિંડી કરવા માટે ચેકબુકનો ઉપયોગ કરાયો હતો. જે નકલી હતી. શખ્સે આ ચેકબુકને આબેહુબ અસલી જેવી બનાવી હતી. સાયબર સેલના જણાવ્યા અનુસાર ભેજાબાજોએ લોકોના KYCમાં રજીસ્ટર ખાતાધારકોની વિગત, USAમાં ઉપયોગમાં રહેલા મોબાઈલ નંબરના એક સામગ્રી સાથે ભારતીય મોબાઈલ નંબર પણ મેળવી લીધા હતા. આ કેસમાં HDFC બેંકના ત્રણ કર્મચારી સહિત આ કેસમાં કુલ 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. HDFC બેંકે સ્પેશ્યલ સેલના સાયબર ક્રાઈમ યુનિટમાં ફરિયાદ નોંધાવી હતી. આ સાથે આરોપ મૂક્યો હતો કે, NRIના બેંક ખાતામાં અનેક ઈન્ટરનેટ બેંકિંગ ટ્રાંઝેક્શન કરવા અંગના પ્રયાસ જોવા મળ્યા હતા. આ સિવાય છેત્તરપિંડી કરવા માટે ખોટી ચેકબુકનો ઉપયોગ કરી એ જ ખાતામાંથી રોકડ ઉપાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ માટે પહેલાથી જ રજીસ્ટર ફોન નંબર જેવો જ ભારતીય મોબાઈલ નંબર લઈ એ જ બેંકખાતામાં એ નવો નંબર અપડેટ કરવામાં આવ્યો હતો. પણ બેંકે એવો આરોપ લગાવ્યો હતો કે, ઈન્ટરનેટ બેંકિગ અંતર્ગત ખાતા સુધી પહોંચવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવું એક કે બે વખત નહીં કુલ 66 વખત કરવામાં આવ્યું હતું. દિલ્હી સાયબર સેલે આ કેસની તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 20 જગ્યાએ દરોડા પાડ્યા હતા.
તપાસ દરમિયાન 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ત્રણ વ્યક્તિ બેંક કર્મચારી છે. બેંકના આ કર્મચારી ચેકબુક આપતા હતા. આ ઉપરાંત મોબાઈલ ફોનના નંબર તથા અન્ય વિગત અપગ્રેડ કરવામાં સામિલ હતા. સાયબર સેલના ડીસીપી કે.પીએસ મલ્હોત્રાએ કહ્યું કે, આરોપીઓની સઘન પૂછપરછ ચાલું છે. જેમાંથી જાણવા મળ્યું હતું કે, ટોળકીના માસ્ટરમાઈન્ડને ખ્યાલ હતો કે, આ ખાતું લાંબા સમયથી સક્રિય નથી. પણ અંદર મોટી રકમ પડી છે. આ ટોળકીના સાગરિતો આર જયસ્વાલ, જી શર્મા અને એ સિંઘલ સાથે મળીને ખાતા અંગે જાણકારી મેળવી હતી. બેંકની એક મહિલા કર્મચારીની મદદથી ચેકબુક આપવામાં આવી હતી. આ માટે એક બુકિંગ પણ કરાવ્યું હતું. પછી લોન પણ ફ્રીજ કરાવાઈ હતી. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે, બેંક કર્મચારીને ભેજાબાજે રૂ,10 લાખ અને વીમાના રૂ.15 લાખનો વાયદો કર્યો હતો. બેંક કર્મી ડી ચૌરસિયા અને એ સિંહે કેવાઈસી સાથે જોડાયેલા નંબર અપગ્રેડ કરવા માટે પ્રયત્નો કર્યા હતા.