Sunday, March 23, 2025
HomeNationalસોશિયલ મીડિયા પર એક ભૂલ ખાતું ખાલી કરી શકે, જાણો આ ટિપ્સ

સોશિયલ મીડિયા પર એક ભૂલ ખાતું ખાલી કરી શકે, જાણો આ ટિપ્સ

સોશયલ મીડિયા વેબસાઈટ્સ આજે યુવાનોની વચ્ચે ઘણુ લોકપ્રિય છે. તેની સાથે જ સાઈબર ક્રાઈમ કરનારા લોકો તેનો ફાયદો પણ ઉઠાવી રહ્યાં છે. એવું સામે આવતા જ પીડિત લોકોએ ફેસબુક, ટ્વિટર કે વ્હોટ્સ એપ ઉપર અલગ અલગ પ્રકારની ફેસ્ટિવ થીમ, ગેમ, એપ કે લિંકને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરીને આમંત્રણ આપે છે. એક વખત જ તે લિંક ઉપર ક્લિક કે એપને ડાઉનલોડ કરતા જ બનાવટી બ્રાઉઝર તમારા કોમ્પ્યુટર ઉપર ડાઉનલોડ થઈ જાય છે. તેની મદદથી યુઝરની એક્ટિવિટી અપરાધીઓ ટ્રેક કરી શકે છે અને તેની ખાનગી ડિટેઈલ્સને પણ મેળવી લે છે. તે વાતનું ધ્યાન રાખીને તમારો કાર્ડ નંબર, સીવીવી, પીન, ઓટીપી, ઈન્ટરનેટ બેંકીંગ યુઝર આઈડી, ઈન્ટરનેટ બેંકીંગ પાસવર્ડ, ડેબિટ કાર્ડ ગ્રિડ વેલ્યુ કે યુઆરએન નંબર કોઈ પણ વ્યક્તિ સાથે શેર કરશો નહીં. આ ડીટેઈલ્સને શેર કરવાથી ગુનાખોરી કરનારા લોકોને તમારા એકાઉન્ટને ચલાવવાનો ગેરકાયદે પરવાનગી મળી શકે છે.

ફેસબુક માટે આ રહી સેફ્ટી ટીપ્સ

ક્યારેય પણ પોતાની ફેસબુક પ્રોફાઈલ ઉપર કોઈ ખાનગી જાણકારી રાખશો નહીં. તમારા ઘરનું સરનામું, ફોન નંબર, જન્મતિથી નાંખશો નહીં. પોતાના બાળકોના ફોટા નાંખશો નહીં. તે સુનિશ્ચિત કરી લો કે તમારી પ્રાઈવેસી સેટીંગ્સ મેક્સિમમ ઉપર સેટ કરવામાં આવી છે.
ક્યારેય પણ એ વિચારશો નહીં કે ફેસબુક પેજ માત્ર તારા દોસ્તો અને પરિવારોને જ જોવા મળી શકે છે. નોકરી માટે ઈન્ટરવ્યુ કરનારા, વકીલ, પોલીસ અને દુનિયા તમારા ફેસબુક પ્રોફાઈલને સર્ચ કરી શકે છે.


તમામ ફ્રેન્ડ રિકવેસ્ટને મંજૂરી આપશો નહીં. દરેક રિકવેસ્ટ સાચી હોતી નથી. જો તમે તે વ્યક્તિને ઓળખો છો તો જ તેને એડ કરો નહીં તો એડ કરવા નહીં. પોતાના કોમ્પ્યુટરમાં વાઈરસ સોફ્ટવેયર જરૂરથી રાખો અને તેનાથી અપડેટ કરતા રહો. એવા કોઈ વાયરસ હોય જે તમારા ઈ-મેઈલ એડ્રેસની લાઈબ્રેરી ઉપર એટેક કરી શકે. વાયરસ તમારી લાઈબ્રેરીમાં રાખેલા તમામ લોકોને પોસ્ટ મોકલી શકે છે કે તમે તેને ફ્રેન્ડ બનવા માંગો છો.

ટ્વિટર માટે રહી આ ખાસ ટીપ્સ

મજબુત પાસવર્ડનો ઉપયોગ કરો.
લોગઈન વેરિફિકેશનનો ઉપયોગ કરો.
કોઈ બનાવટી લીંકથી સાવધાન રહો અને હંમેશા સુનિશ્ચિત કરો તે તમે Twitter.com ઉપર જ છો. કોઈ અવિશ્વનિય બીજી પાર્ટીને ક્યારેય પણ પોતાનો યુઝરનેમ અને પાસવર્ડ આપશો નહીં. ખાસકરીને તેવા લોકોને પાસવર્ડ આપતા બચો જે તમારા ફોલોઅર્સ કે પૈસા બનાવવાના સ્વપ્ન દેખાડે છે. તે વાતને સુનિશ્ચિત કરો કે તમારૂ કોમ્પ્યુટર અને ઓપરેટિંગ સિસ્ટમ અપ ટુ ડેટ રહે. તેમાં હાલના તમામ અપગ્રેડ એંટી વાયરસના સોફ્ટવેર હાજર હોય.

વ્હોટ્સ એપ માટે રહી આ ખાસ ટીપ્સ

જો કોઈ વ્યક્તિ દાવો કરે છે કે તમારો કોઈ નજીકનો વ્યક્તિ મુશ્કેલીમાં છે તો તે સમયે તે વ્યક્તિનો સીધો સંપર્ક કરીને કે લેન્ડલાઈન ઉપર ફોન કરીને બીજા નંબર ઉપર સંપર્ક સાધીને તે અંગેની માહિતી મેળવો. ફોનને વેચતા પહેલા તેમાંથી ડેટાને ડિલીટ કરો અને ફેક્ટરી સેટિંગ્સમાં જઈને રિસ્ટોર કરી લો.

વ્હોટ્સ એપના માધ્યમથી ક્યારેય પણ ખાનગી જાણકારી જેવી કે બેંક એકાઉન્ટ્સ ડિટેઈલ્સ, પિન કે પાસવર્ડ મોકલશો નહીં.
અજાણ્યા નંબર ઉપરથી આવેલી ફાઈલને ડાઉનલોડ કરશો નહીં.
અજાણ્યા નંબરો ઉપરથી મોકલવામાં આવેલા શંકાસ્પદ મેસેજનો જવાબ ક્યારેય પણ આપશો નહીં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,117FollowersFollow
2,670SubscribersSubscribe

TRENDING NOW