HomeGujaratહળવદના સુંદરીભવાનીમાં વાડીના રસ્તા મુદે ઘરમાં ઘૂસી તોડફોડ કરનાર 6 સામે ફરિયાદ

હળવદના સુંદરીભવાનીમાં વાડીના રસ્તા મુદે ઘરમાં ઘૂસી તોડફોડ કરનાર 6 સામે ફરિયાદ

હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે રહેતી સુરજબેન રાજુભાઈ સોલંકીએ આરોપી જીલ્લાભાઈ બાવલભાઈ સોલંકી, પ્રતાપભાઈ જીલ્લાભાઈ સોલંકી, ઘનશ્યામભાઈ બાવલભાઈ સોલંકી તેમજ ત્રણ અજાણ્યા શખ્સો સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, સુરજબેનના પતિ રાજુભાઈ અને આરોપી જીલ્લાભાઈ વચ્ચે સુંદરીભવાની ગામની સીમમાં જીજીયા પાટી વિસ્તારમાં આવેલી વાડી પાસે રસ્તાના મુદ્દે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બાબતનો ખાર રાખી આરોપીઓએ રાત્રે અંદાજે બે વાગ્યાના સમયે, જ્યારે રાજુભાઈ ઘરે હાજર નહોતા, ત્યારે હુમલો કર્યો હતો. આરોપીઓ કુહાડી અને લાકડાના ધોકા જેવા હથિયારો સાથે ફરીયાદીના ઘરે ઘૂસી આવ્યા હતા. એક અજાણ્યા આરોપીએ પહેલા ભાગરમાં કુહાડીના ઘા મારી નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ તમામ આરોપીઓએ ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી બાથરૂમના દરવાજા પર ઘા કર્યા હતા તેમજ પાણીની ગેંડી, ફ્રિજ, ઘરઘંટી, ડ્રેસિંગ ટેબલ અને કબાટ સહિતની ચીજવસ્તુઓમાં તોડફોડ કરી હતી.

આ બનાવમાં અંદાજે રૂ. 30,000નું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સાથે જ આરોપીઓએ ફરીયાદી અને તેમના પતિને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW