Wednesday, February 19, 2025
HomeNationalઉતરાખંડમાં ભારે વરસાદ,ચાર ધામ યાત્રા અટકાવવી પડી,તંત્ર એલર્ટ

ઉતરાખંડમાં ભારે વરસાદ,ચાર ધામ યાત્રા અટકાવવી પડી,તંત્ર એલર્ટ


ઉતરાખંડમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં જલ ભરાવ થયો છે.તો માર્ગો પર જમીન ધસવાની ઘટનાઓની આશંકાને પગલે તાત્કાલિક અસરથી ઉતરાખંડ ચાર ધામ યાત્રા (કેદારનાથ,ગંગોત્રી ધામ,યમનોત્રી અને બદરીનાથ) અટકાવી દેવાઈ છે.ભારે વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.જે શ્રદ્ધાળુઓએ દર્શન કરી લીધા છે તેમને સુરક્ષિત સ્થળે જવા સુચના આપવામાં આવી છે .બીજી તરફ જે યાત્રાળુઓએ યાત્રા શરુ કરી નથી તેમને આગળ જવાની મનાઈ કરવામાં આવી છે. અયોધ્યાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સરકારના સબંધિત વિભાગને એલર્ટ રહેવા સુચના આપી છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

કેરળમાં વાદળ ફાટતા 26 લોકોએ જીવ ગુમાવ્યા
ચોમાસું પૂર્ણ થવા આવ્યું છે. તો બીજી તરફ કેરળમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જિલ્લા સમ્પર્ક વિહોણા બન્યા છે. સાથે સાથે વાદળ ફાટવાની ઘટના પણ સામે આવી હતી .કેરળના કોટાયમ જિલ્લામાં વરસાદ અંને પુરના કારણે અત્યાર સુધીમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે.જયારે ઈડુક્કી જિલ્લામાં 9 લોકોના મૃતદેહ મેળ્યા હતા.અલાપુર વિસ્તારમાં 4 લોકોના મોત થતા રાજ્યમાં ભારે વરસાદને કારણે 26 લોકોને જીવ ગુમાવવા પડ્યા છે. કેરળ સરકાર દ્વારા સ્થિતિને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો છે. કેરળના મુખ્યમંત્રી પીનરાઈ વિજયને વર્તમાન સ્થિતિને ગંભીર ગણાવી છે.

અહીના તિરુઅનંતપુરમ,કોલમ,કોટ્ટાયમ,પઠાનમથીટા,અલાપ્પુઝા,અનાર્કુલમ સહિતના જિલ્લામાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. અને વરસાદ પણ થઈ રહ્યો છે.હવામાન વવિભાગના અધિકારીઓએ જણાવ્યું કે અહીના અનેક નદીઓ ભયજનક સપાટી વટાવી ચુકી છે.મીનાચાલ અને મનીમાંલા નદીઓનું પુરની સ્થિતિ છે. આ નદીઓનું જળસ્તર અચાનક 40 ફૂટ વધી ગયું છે. અનેક જિલ્લામાં ડેમની સપાટી વટાવી છે.રાહત બચાવ કામગીરી માટે સેન્યની બચત લેવામાં આવી રહી છે.

બીજી તરફ દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડી રહ્યો છે અચાનક વાતાવરણ માં પલટો આવ્યો અને દિલ્હીમાં વરસાદ પડી ગયો હતો જેંના કારણે અનેક વિસ્તારમાં અંધારપટ્ટ સર્જાયો હતો.દિલ્હી ઉપરાંત હરિયાણા અને ઉતરપ્રદેશમાં પણ વરસાદ થયો હતો .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,545FollowersFollow
2,610SubscribersSubscribe

TRENDING NOW