દક્ષિણ ગુજરાતના મહાનગર સુરતમાં કડોદરા GIDCમાં રિવા પ્રોસેસ નામની કંપનીમાં વહેલી સવારે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સવારે દસ વાગ્યા સુધીમાં આ ઘટનામાં બે કામદારના મોત નીપજ્યાંના રીપોર્ટ મળ્યા છે. પોતાના બચાવ માટે અનેક લોકોએ દોડાદોડ કરી મુકી હતી. સુરત ફાયર બ્રિગેડને સવારે 4.30 વાગ્યે કોલ મળ્યો ત્યાર બાદ ઘટના સ્થળે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ યુનિટમાં કુલ 125 લોકો હોવાના રીપોર્ટ મળ્યા છે.આ ઈમારત પાંચ માળની છે. બહાર નીકળવા માટે એક જ એક્ઝિટ પોઈન્ટ હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગના અધિકારીઓ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી ગયાં હતાં. સુરત 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવા માટે દોડી ગઈ હતી. ઘટનાના વાવડ વાયુવેગે પ્રસરતાં લોકોનાં ટોળેટોળા આસપાસમાંથી ઉમટી પડ્યાં હતાં. ઇન્ચાર્જ ફાયર ઓફિસર બીએચ માખ્ખીજાની એ જણાવ્યું હતું કે આગમાં 250-300 જણા ફસાઈ ગયા હોવાની વાત મળી હતી. એ પછી સુરતની 25થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે દોડાવાઈ હતી. જુદા જુદા ફાયર સ્ટેશનમાં ગાડી માટે કોલ ગયા હતા. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. યુનિટમાં યાર્ન અને પ્લાસ્ટિકની બેગ બનાવવાની સામગ્ર હોવાથઈ ઉગ્ર બની હતી. આ આગેને કારણે 5માં ફ્લોર પર આવેલા એમ્બ્રોડરીના કારખાનાના કારીગરોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. એકાએક ભાગદોડ મચી ગઇ હતી. 100 જેટલા લોકોને હાઈડ્રોલિક ક્રેઈનથી બચાવાયા છે.આ સ્થળ સુરત શહેરની બહાર આવેલું છે.
કેટલાક ધાબા પર દોડી ગયા હતા. એક કર્મચારી અહીંથી નીચે કૂદી પડતા મોત નીપજ્યું હતું. બેઝમેન્ટમાંથી સળગી ગયેલી હાલતમાં મળી એક વ્યક્તિનો મૃતદેહ આવ્યો હતો. હાઇડ્રોલિક ક્રેનની મદદથી 100-125 જણાને બચાવી લેવાયા છે. અત્યારે આગ પર કાબુ મેળવી લેવાયો છે. સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પ્રાંત અધિકરી, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી કમિશનર, એસપી અને ફાયર અધિકારી વીકે પરીખ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ ફ્લોર વાઇઝ ચેકીંગ કરી કર્મચારીઓનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે.