રાજકોટ શહેરમાં વાહન પાર્કિંગની સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ સ્વરુપ લઇ રહી છે.જેના કારણે લોકો રસ્તાની બન્ને સાઈડમાં પાર્કિંગ કરવા મજબુર બન્યા છે.મહાપાલિકાએ કેટલાક વિસ્તારમાં પેડ પાર્કિંગ વ્યવસ્થા કરી છે જોકે આવા પાર્કિંગમાં પોઈન્ટ કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
શહેરના યાજ્ઞિક રોડ પરના સર્વેશ્વર ચોકમાં કાર પાર્કિંગ માટે 5 રૂપિયાનો ચાર્જ હોવાનું બોર્ડ માર્યુ હોવા છતાં કોન્ટ્રાક્ટર કર્મચારીએ એક કારચાલક પાસેથી 20 રૂપિયાની માંગ કરી રહ્યો છે.જયારે પહોચમાં માત્ર રૂ ૫ જ લખેલા છે.બાદમાં કારચાલક સાથે રકઝક કરે છે અને અંતે 10 રૂપિયા માંગે છે. છતાં કારચાલક 5 રૂપિયા ચાર્જ છે તો 10 કેમ આપું તેમ કહેતા અંતે કર્મચારી તેને જવા દે છે. આ આખી ઘટનાનો વીડિયો કોઇ જાગૃત નાગરિકે પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારી કારના પાર્કિંગ ચાર્જના 5ના બદલે 20 રૂપિયા માગે છે. પરંતુ કારચાલક તેને શેના 20 રૂપિયા આપું, ચાર્જ તો 5 રૂપિયા છે. બાદમાં કર્મચારી કોન્ટ્રાક્ટરને ફોન કરે છે અને 10 રૂપિયા માગે છે પણ કારચાલક ના પાડે છે અને અંતે કારચાલકને જવા દેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આવી રીતે તો ઘણા કારચાલકો 20 રૂપિયા આપીને જતા રહેતા હશે. યાજ્ઞિક રોડ પરના સર્વેશ્વર ચોકમાં કારચાલકે 20 મિનીટ કાર રાખી હોવાનું વીડિયોમાં થતી વાતચીતમાંથી જાણવા મળે છે. પરંતુ પાર્કિંગ ચાર્જ 20 રૂપિયા આપવાનું કર્મચારી કહેતા કારચાલક વિરોધ કર્યો હતો.