HomeGujaratમોરબીમાં રૂપિયા માંગવાની બાબતે યુવકે છરીના ઘા ઝીંકી કાકા-ભત્રીજાને ઈજા પહોંચાડી

મોરબીમાં રૂપિયા માંગવાની બાબતે યુવકે છરીના ઘા ઝીંકી કાકા-ભત્રીજાને ઈજા પહોંચાડી

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા યુસુફશા કરીમશા શાહમદારે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ખ્વાજા પેલેસ પાછળ, લાતી પ્લોટ શેરી નં. 14 ખાતે રહેતા આફતાબ ઉર્ફે ભુરો જુસબભાઈ જુણેજાએ તેમની પાસે રૂપિયા 200 માંગ્યા હતા. ફરિયાદીએ રૂપિયા આપવાનો ઇનકાર કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી શરૂ કરી હતી.

ત્યારબાદ આરોપીએ છરી વડે હુમલો કરી યુસુફશાને જમણા ખભાના ભાગે તેમજ ડાબા હાથની કોણી પાસે સામાન્ય ઇજા પહોંચાડી હતી. દરમિયાન ફરિયાદી યુસુફશાને બચાવવા માટે વચ્ચે પડેલા તેમના ભત્રીજા જાવીદ પર પણ આરોપીએ હુમલો કર્યો હતો. જાવીદને ગળાના ભાગે, જમણા હાથના પંજામાં અને શરીરના જમણા ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, હુમલા બાદ આરોપીએ યુસુફશા અને તેમના ભત્રીજા જાવીદને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW