વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સતત સક્રિય રહી કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે માહિતી મળી કે ચોરી થયેલી મોટરસાયકલ સાથે એક શખ્સ રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં જતો જોવા મળ્યો હતો.
માહિતીના આધારે પોલીસે તે વ્યક્તિના નિવાસસ્થાને જઈ તપાસ કરતા શખ્સ મળી આવ્યો. તેનું નામ અલીહુસેન કુર્બાનહુસેન લક્ષ્મિધર (રહે. કેશવ વિલા એપાર્ટમેન્ટ પાસે, મકાન નં. 03, મોર્ડન સ્કૂલ સામે, ભગવતીપરા, રાજકોટ) હોવાનું સામે આવ્યું. પોલીસે તેની પાસેથી મોટરસાયકલના દસ્તાવેજો અંગે પૂછપરછ કરતા તે ગોળમટોળ જવાબ આપવા લાગ્યો.
સખત પૂછપરછ બાદ આરોપીએ કબૂલાત કરી કે તેણે વાંકાનેર ખાતે બંધુસમાજ હોસ્પિટલ પાસે, શ્રીજી નિવાસ નજીકથી મોટરસાયકલ ચોરી કરી હતી. પોલીસે આરોપી સાથે ચોરી કરાયેલ મોટરસાયકલ પણ કબજે કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

