દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. તે વચ્ચે ઈલેકટ્રિક કારો મોટી સંખ્યામાં બજારોમાં આવી છે. મોંઘા પેટ્રોલના વિકલ્પમાં ઈલેકટ્રિક કારનું સમગ્ર માર્કેટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે અને સરકાર પણ પર્યાવરણના કારણે ઈલેકટ્રિક વ્હીકલ તરફ શિફ્ટ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે આજે અમે તમારા માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે.
અમેરિકાની કંપનીએ ભારતમાં પોતાની એસી એસયુવીને ઉતારી છે. જે માત્ર બે કલાકમાં ફુલ ચાર્જ થઈ જશે. એક વખત ફુલ ચાર્જ થયા બાદ તે કારને 1200 કિલોમીટર સુધી ચાર્જ કર્યા વગર જ ચલાવી શકાશે. ટ્રાઈટન નામની ઈલેકટ્રિક કંપનીએ પોતાનું એચ મોડલ લાંબા રૂટ ઉપર ચાલનારા લોકોને ધ્યાનમાં રાખીને બજારમાં ઉતાર્યું છે. આ કારને લીધા બાદ તમે ચાર્જિંગની ચિંતા કર્યા વગર જ આરામથી પોતાની મુસાફરી ઉપર નીકળી શકો છો.
એસયુવી ઈલેકટ્રિક કારમાં 200kwhની બેટરી આપવામાં આવે છે. જેમાં હાઈપર ચાર્જિંગનો વિકલ્પ પણ હાજર છે. ટ્રાઈટને દાવો કર્યો છે કે, જો વ્હીકલને હાઈપર ચાર્જરમાં 2 કલાકમાં સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે તો તે 1200 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. તે સિવાય એસયુવીની ખાસીયત એ છે કે, 100KMPHની સ્પીડ પકડવામાં 3 સેકન્ડથી પણ ઓછો સમય લે છે.
ટ્રાઈટનના એચ મોડલને સાત કલરોમાં લોન્ચ કરવામાં આવશે અને કારની લંબાઈ આશરે 18 ફૂટ હશે. તે સિવાય કારમાં 8 લોકો આરામથી મુસાફરીનો આનંદ માણી શકશે. કંપનીના જણાવ્યા પ્રમાણે ભારતમાંથી જ પહેલા તેને 18 હજાર કરોડ રૂપિયાનો ઓર્ડર મળી ચુક્યો છે. જલ્દી કંપની તેલંગણામાં તેનું પ્રોડક્શન યુનિટ તૈયાર કરશે. કંપની ભારતમાં સવા બસો કરોડ રૂપિયાના રોકાણની યોજના બનાવી રહી છે.