તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ દ્વારા કોંગ્રેસના અધ્યક્ષ નિમણુક મુદે મીડિયામાં અપાયેલ નિવેદન બાદ ઘમાસાણ સર્જાયું હતું આ પહેલા કોંગ્રેસમાં નારાજ નેતા અમરિંદર સિંઘે પણ સિદ્ધુને પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવવા અને પોતાને સીએમ પદેથી હટાવવા વગેરે બાબતે હાઈ કમાન્ડ પર કરાયેલ આકરા પ્રહાર બાદ કોંગ્રેસ ના અંતરિમ અધ્યક્ષ સોનાના ગાંધી એ વર્કિંગ કમિટીની બેઠક બોલાવી હતી આ બેઠકમાં કોંગ્રેસ વર્કિંગ કમીટી(સી.ડબ્લ્યુ.સી)ની બેઠકમાં સોનિયા ગાંધીએ પોતાના પાર્ટીના નેતા સાથે મીડિયાના માધ્યમથી કોઈ વાત ન કરવા સલાહ આપી છે
પોતાના ભાષણમાં ઓર્ગેનાઈઝેશન અને ચુંટાયેલ પાર્ટીના પ્રમુખ મુદે પોતાની વાત ખુલીને રજુ કરી હતી સોનિયા ગાંધીએ પાર્ટીના યુવા નેતાઓને દરેક મુદા પર સક્રિયતા દેખાડવા માટે તેઓના વખાણ કર્યા હતા છેલ્લા ૨ વર્ષમાં ખેડૂતો નો મુદ્દો હોય કકે મહામારી દરમિયાન રાહત કામગીરી યુવાઓનો મુદ્દો હોય કે દલિત આદિવાસી અને અલ્પસંખ્યક પર થતા અત્યાચાર ના મુદા પર યુવાઓ આગળ રહ્યા છે.
સંગઠન પર શું બોલ્યા સોનિયા ગાંધી
સમગ્ર પાર્ટી કોંગ્રેસના પુનરુત્થાન ઈચ્છે છે. આ માટે એકતા અને પાર્ટીનું હિત સર્વોપરી રાખવાની જરૂર છે. સૌથી વધારે આત્મ નિયંત્રણ અને અનુશાસન જરૂરી છે .મને સારી રીતે ખબર છે કે હું છેલ્લી વર્કિંગ કમિટી પછીથી અંતરિમ અધ્યક્ષ છું
સોનિયા ગાંધીએ આગળ જણાવ્યું હતું કે 30 જુન 2021 સુધીમાં આપણે નિયમિત અધ્યક્ષ ની નિમણુક કરી લેશું તેવું નક્કી કર્યું હતું. પણ કોરોનાની બીજી લહેર આવી ગઈ અને ૧૦ મે 2021ની છેલ્લી તારીખ સુધી મીટીંગ ન થઇ શકી હવે એ ચોખવટ કરવાનો મોકો છે તમારી સામે સંગઠનની ચુંટણીના પુરેપુરી શેડ્યુલ તમારી પાસે છે.
સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાને કોંગ્રેસની આંતરિક વાત મીડિયા સુધી ન લઇ જવા સલાહ આપી હતી. તેમણે હંમેશા વાતચીત માટે મોકળાશ આપી છે મીડિયા સુધી વાતચીત કરવાની જરૂર નથી મીટીંગમાં ખુલીને ઈમાનદારીથી વાત કરીએ પણ આ મીટીંગ અંદર ની વાત બહાર ન જવી જોઈએ અને જે પણ નિર્ણય લેવાય તે વર્કિંગ કમિટીનો સામુહિક નિર્ણય હોવો જોઈએ