વિજયાદશમીના પર્વને અસત્ઉય પર સત્યની વિજયની જીતનો પર્વ છે. દશેરાના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. દશેરાના દિવસે આ ખાસ ઉપાય કરીને આ રાશીના લોકો પોતાના શત્રુઓ ઉપર હંમેશા જીત મેળવી શકે છે. સાથે જ સમસ્યાને દુર રાખીને સુખ સમૃદ્ધિભર્યુ જીવન મેળવે છે. તો આવો જાણીએ કઈ રાશીના લોકો માટે ક્યો ઉપાય શ્રેષ્ઠ છે.
મેષ
મેષ રાશીના જાતકો માટે દશેરાના દિવસે ભગવાન ગણેશની આરાધના કરવી જોઈએ. સાથે જ તેને દુર્વા અર્પિત કરીને લાડુઓનો ભોગ લગાવવો જોઈએ.
વૃષભ
વૃષભ રાશીના જાતકોએ દશેરાના દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. કારણ કે શ્રીરામે પણ રાવણ સાથે યુદ્ધ કરતા શિવજીની આરાધના કરી હતી.
મિથુન
મિથુન રાશીના જાતકોએ દશેરાના દિવસે લાલ કપડામાં થોડો ગોળ બાંધીને જમીનની નીચે દબાવે તો તેની દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે.
કર્ક
કર્ક રાશીના જાતકોએ પોતાના શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે પોતાની આર્થિક સ્થિતિને સારી કરવા માટે દશેરાના દિવસે નવું જાડુ ખરીદવું જોઈએ અને તેનાથી ઘરમાં સફાઈ કરવી જોઈએ. તેનાથી જલ્દી જ દુઃખના દિવસો પૂરા થશે.
સિંહ
સિંહ રાશીના જાતકો દશેરાના દિવસે ગરીબોને ભોજન કરાવે અને ઠંડીથી બચવા માટે કપડાનું દાન કરે.
કન્યા
કન્યા રાશીના જાતકોએ દશેરાએ ભગવાન શ્રીરામને ગોળની મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ અને શત્રુ ઉપર વિજય અપાવવા અને સમસ્યાઓને દુર કરવાની પ્રાર્થના કરવી જોઈએ.
તુલા
તુલા રાશીના જાતકોએ દશેરાના દિવસે હનુમાનજીની આરાધના કરવી જોઈએ. તેનાથી ભગવાન રામ અને તેના ભક્ત હનુમાનની કૃપા થશે. હનુમાનજીની બેસનના લાડવાનો ભોગ ધરવો ઘણો શુભદાયક રહેશે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશીના લોકોએ આ દિવસે ગરીબોને દાન કરવું જોઈએ.
ધન
ધન રાશીના જાતકો ભગવાન ગણપતિને લાડુંઓનો ભોગ લગાવીને તેની આરાધના કરવી જોઈએ.
મકર
મકર રાશીના જાતકોએ ગરીબોને ભોજન કરાવીને દાન આપો. તેનાથી પરેશાનીઓને પૂર્ણ થશે.
કુંભ
કુંભ રાશીના જાતકોએ દશેરા ઉપર હનુમાનજીની આરાધના કરો. અને હનુમાન ચાલીસાના પાઠ કરો.
મીન
મીન રાશીના લોકો દશેરા ઉપર ગરીબોને દાન કરો.