HomeGujaratહળવદના રાયસંગપર ગામે જૂની અદાવતમાં એક જ પરિવારના 7 સભ્યોનો હુમલો, મહિલા...

હળવદના રાયસંગપર ગામે જૂની અદાવતમાં એક જ પરિવારના 7 સભ્યોનો હુમલો, મહિલા સહિત આખા પરિવારને માર માર્યો

હળવદના રાયસંગપર ગામે રહેતી શોભનાબેન મુકેશભાઈ ઉચાણાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ગામના ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ ડાભી, જસવંતભાઈ ઉર્ફે સંજયભાઈ વિઠ્ઠલભાઈ ડાભી, જયશ્રીબેન જસવંતભાઈ ડાભી, કડવીબેન વિઠ્ઠલભાઈ ડાભી, જોશનાબેન ઘનશ્યામભાઈ ડાભી, વિનોદ વિઠ્ઠલભાઈ ડાભી તથા વિઠ્ઠલભાઈ પ્રભુભાઈ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ આરોપીના સાળાની દીકરીને ફરીયાદી શોભનાબેનના ભાઈ ભગાડી ગયા હોવાના મનદુઃખને કારણે આરોપીઓએ ખાર રાખ્યો હતો. આ બાબતે આરોપીઓ ફરીયાદીના ઘરે ઘુસી આવ્યા હતા અને ફરીયાદીની માતાને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન આરોપી જસવંતભાઈ અને જયશ્રીબેને ફરીયાદીની ભત્રીજીના વાળ પકડીને ખેંચતા તેને ઈજા પહોંચાડી હતી. આરોપી કડવીબેને ફરીયાદીની માતાના પગમાં લાકડાનો ધોકો મારી ફ્રેક્ચરની ઈજા પહોંચાડ્યાનો આક્ષેપ છે. તેમજ જોશનાબેને ફરીયાદીના પિતાના ખભા પર લાકડાનો ધોકો મારી ઈજા કરી હતી.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આરોપી વિનોદે ફરીયાદીના ભાઈના નાક પર લાકડાનો ધોકો મારી ફ્રેક્ચર ઈજા પહોંચાડી હતી, જ્યારે વિઠ્ઠલભાઈએ માથાના ભાગે હુમલો કર્યો હતો. અંતે આરોપી ઘનશ્યામભાઈએ સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે.

હળવદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW