ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં આગામી વર્ષની શરૂઆતમાં વિઘાનસભાની ચૂંટણી યોજાશે. જેને ધ્યાને લઈને ઈલેક્શન કમિશન આયોગે આ તમામ રાજ્યની સરકારને આદેશ કર્યા છે. મુખ્ય ચૂંટણી પંચે કહ્યું હતું કે, આ તમામ રાજ્યની સરકારને ખાસ પ્રકારના આદેશ દેવાયા છે. તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ જે તે જિલ્લાઓમાં રહેલા અધિકારીઓ અને છેલ્લા ચાર વર્ષ દરમિયાન સતત ત્રણ વર્ષથી એક જિલ્લામાં રહેલા અધિકારીઓની ટ્રાંસફર કરે.
આયોગે આ રાજ્યના મુખ્ય સચીવ, રાજ્યના ચૂંટણીપંચના અધિકારીને ખાસ એક પત્ર લખ્યો છે. જેમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની વિધાસભાનો કાર્યકાળ માર્ચ 2022માં ખતમ થવાનો છે. જ્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ આગામી તા.14 મેના રોજ ખતમ થશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણીપંચ તરફથી સામાન્ય રીતે આદેશ આપવામાં આવે છે. જેથી અધિકારીઓ કોઈ પણ રીતે ચૂંટણીની પ્રક્રિયામાં હસ્તક્ષેપ ન કરી શકે, લોકતાંત્રિક પ્રક્રિયા નિષ્પક્ષ તથા સ્વતંત્ર બનાવી શકે. ચૂંટણી પંચે પત્રમાં એવું કહ્યું કે, મુખ્ય ચૂંટણીપંચ એવી આશા રાખે છે કે, એવો કોઈ અધિકારી ચૂંટણી ડ્યૂટી સાથે જોડાયેલો નહીં રહે અથવા એની ઉપસ્થિતિ નહીં રહે જેની સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ખાસ કરીને ગુનાખોરીના કેસ વાળો વ્યક્તિ ચૂંટણીમાં ડ્યૂટી નહીં કરી શકે.