HomeGujaratમોરબીના રંગપરમાં યુવક પર જીવલેણ હુમલો : ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ...

મોરબીના રંગપરમાં યુવક પર જીવલેણ હુમલો : ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

મોરબીના રંગપર વિરાટનગર વિસ્તારમાં આવેલી ‘હેપ્પી કાર કેર’ દુકાનમાં કામ કરતા એક યુવક પર ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ પંજાબના રહેવાસી અને હાલ રંગપર વિરાટનગર નજીક ‘હેપ્પી કાર કેર’ નામની દુકાન ચલાવતા યોગેન્દ્રસિંહ સંદીપસિંહમઘ જટ્ટ (ઉ.વ. 26)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા. 22મેની રાત્રે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર GJ-13-CB-2045માં ચાર અજાણ્યા ઈસમો તેમની દુકાને આવ્યા હતા. આરોપીઓએ દુકાનની બાજુમાં આવેલી વસીમભાઈ અને અનવરભાઈની દુકાન અંગે પૂછપરછ કરી હતી.

ફરિયાદીએ તેમને આ બાબતે જાણ ન હોવાનું કહેતા ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી મારામારી શરૂ કરી હતી. ત્યારબાદ આરોપીઓ લાકડાના ધોકા અને છરી જેવા હથિયારો સાથે હુમલો કરતા ફરિયાદીને ઈજા પહોંચી હતી. ઉપરાંત, ફરિયાદીના ઇન્ફિનિક્સ-30 પ્રો મોબાઇલ ફોનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. હુમલા બાદ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની ફોરવ્હીલ કારમાં ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW