ગૃહ મંત્રી અમિત શાહે પાકિસ્તાનને હદમાં રહેવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો તે કાશ્મીરમાં આતંકવાદીઓને નાગરિકોની હત્યા કરવામાં સમર્થન આપતું રહેશે અને મર્યાદા ઓળંગશે તો તેના પર વધુ એક મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરાશે.
થોડા વર્ષ પહેલા પૂંચમાં જ્યારે હુમલો થયો તો પહેલી વખત સર્જિકલ સ્ટ્રાઈક કરી ભારતે દુનિયાને જણાવી દીધું કે, ભારતની સરહદોની સાથે છેડછાડ કરવી સરળ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પાર્રિકરના નેતૃત્વમાં પહેલી વખત ભારતે પોતાની સરહદોની સુરક્ષા અને સન્માનને સાબિત કર્યા.
તેમણે કહ્યું કે, સમગ્ર દેશ મનોહર પાર્રિકરને બે બાબતો માટે હંમેશા યાદ કરશે. તેમણે ગોવાને તેની ઓળખ આપી અને બીજું તેમણે સેનાઓને વન રેન્ક, વન પેન્શન આપ્યું.