આપણા દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભકતો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે. કનકાઈ માટેનું આ મંદિર ગુજરાતના જૂનાગઢ જિલ્લાના મધ્ય ગીરમાં આવેલું છે. ગિરનાર પર્વત પણ કનકાઈ માતા સાક્ષાત બિરાજમાન છે.
આ મંદિરમાં કનકાઈ માતાના દર્શન કરવા માટે ભક્તો દુરદુરથી મોટી સંખ્યામાં આવતા હોય છે અને આ મંદિર પાછળ એક ઐતિહાસિક કથા પણ જોડાયેલી છે.
આ મંદિરમાં હજારો વર્ષ પહેલા એક રાજા દ્વારા કનકાવતી નામની નગરીને વસાવામાં આવી હતી.જ્યાં રાજા કનકાવતી નગરીની રક્ષા કરવા માટે કનકાઈ માતાની પૂજા અર્ચના કરતા હતા.
તેમની ભક્તિથી અહીં પ્રસન્ન થઈને કનકાઈ માતા સાક્ષાત અહીં બિરાજમાન થયા હતા, ત્યારથી ભક્તો આ મંદિરમાં કનકાઈ માતાના દર્શન કરવા અને આર્શીવાદ લેવા માટે આવે છે અને તે સમયથી જ કનકાઈ માતા અઢારે કુળની કુળદેવી તરીકે પૂજાય છે.દરેક કુળના લોકો માતાજીના આર્શીવાદ લેવા માટે આવે છે.
આ કનકાઈ માતાના મંદિરમાં આવતા ભક્તોની દર્શન કરવાથી જ બધી મનોકામના પુરી થાય છે. આથી આ મંદિરમાં ભક્તો અલગ અલગ માનતા લઈને પણ આવતા હોય છે તે બધા જ ભક્તોની માનતા કનકાઈ માતા પુરી કરતા હોય છે. અહી આવતા દરેક ભક્તના દર્શન માત્રથી જ બધા દુઃખો દૂર થાય છે. જીવનમાં કનકાઈ માતા સુખ અને સમૃદ્ધિ ભરી દે છે.