LPG સિલિન્ડરના વધતા ભાવોના કારણે સામાન્ય માણસનું બજેટ વિખેરાઈ ગયું છે. સતત મોંઘા થઈ રહેલા સિલિન્ડરોની વચ્ચે એક સારા સમાચાર આવ્યાં છે. હવે તમને ગેસ સિલિન્ડર બુક કરાવવા ઉપર 10001 રૂપિયાનું સોનું જીતી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે, તહેવારની સીઝનને ધ્યાનમાં રાખીને એલપીજી કંપની હિન્દુસ્તાન પેટ્રોલીયમ ગેસ લિમિટેડે પોતાના ગ્રાહકો માટે આ ખાસ ઓફરની શરૂઆત કરી છે.
કંપનીએ પોતાના ટ્વિટર હેંડલ ઉપર જાણકારી આપતા જણાવ્યું છે કે, નવરાત્રીના તહેવાર ઉપર ગ્રાહકોને ગેસ સિલિન્ડરની ખરીદી ઉપર 10 હજાર રૂપિયા સુધીનું પેટીએમ ગોલ્ડ જીતવાની તક આપવામાં આવી રહી છે. આ ઓફર 7થી 16 ઓક્ટોબર સુધી જ છે. જો તમે આ ઓફરનો લાભ નથી ઉઠાવ્યો તો ચિંતા કરવાની કોઈ વાત નથી. 10 હજારનું સોનુ જીતવા માટે હજુ પણ તમારી પાસે સમય છે.
કંપનીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે, યુઝર ઓનલાઈન પેમેન્ટ સર્વિસ Paytmના માધ્યમથી ગેસની બુકીંગ કરાવે છે તો તેને 10 હજાર રૂપિયા સુધીનું સોનું જીતવાની તક મળી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે, નવરાત્રી ગોલ્ડ ઓફર હેઠળ દરરોજ 5 લક્કી વિનરની પસંદગી કરવામાં આવશે. તે બાદ વિજેતાઓને પેટીએમ તરફથી 10,001 રૂપિાનું 24 કેરેટ ગોલ્ડ આપવામાં આવશે.
સિલિન્ડર બુક કરાવવા માટે સૌથી પહેલા પેટીએમ એપમાં Book Gas Cylinder ઉપર ક્લિક કરો. તે બાદ ગેસ પ્રોવાઈડર સિલેક્ટ કરો. તે બાદ મોબાઈલ નંબર, એલપીજી આઈડી અને ગ્રાહક આઈડીના નંબર નાંખો. હવે તમારે તમારા પેમેન્ટ મોડને સિલેક્ટ કરવાનો રહેશે. તમે પેટીએમ વોલેટ, પેટીએમ યુપીઆઈ, કાર્ડસ, નેટ બેંકીંગમાંથી કોઈ પણ ઓપ્શનને સિલેક્ટ કરી શકો છો. પેમેન્ટ કરતાની સાથે જ તમારો ગેસ સિલિન્ડર બુક થઈ જશે. આ ઓફર પેટીએમથી ગેસ સિલિન્ડરની બુકીંગ અને પેમેન્ટ પર લાગુ થઈ જશે.