દેશમાં કોલસાની ઘટના કારણે વિજ સંકટ ઘેરું બની રહ્યું છે. રેકોર્ડ તોડ પ્રોડક્શન થવા છતાં સ્થિતિ હજુ પણ ગંભીર જ છે.દેશના 135 સેન્ટર એવા છે જ્યાં કોલસાથી વીજળી ઉત્પાદન થઈ રહ્યું છે.
કેન્દ્રિય ઉર્જા મંત્રી આર કે સિંહે ગયા રવિવારે જ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યુ હતુ કે, દેશમાં કોલસાનું કોઈ સંકટ નથી. જોકે તેઓએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે પહેલા પ્લાન્ટમાં 17 દિવસના સ્ટોક રહેતા હતા. અત્યારે માત્ર ૪થી ૫ દિવસ ચાલે તેટલો સ્ટોક છે. જોકે આ સ્ટોક ઘટ ઝડપી ભરી દેશું. દેશના વીજ મંત્રાલયના આકડા જોઈએ તો દેશના 18 થર્મલ પાવર સ્ટેશનમાં એક પણ દિવસનો સ્ટોક નથી તો 26 પ્લાન્ટમાં માત્ર એક જ દિવસનો સ્ટોક હતો.
આ સ્થિતિ ત્યારે સર્જાઈ રહી છે કે આ વર્ષમાં કોલ ઇન્ડિયા લિમીટેડે ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક કોલસાનું ઉત્પાદન કર્યું હતું જાણકારોના મતે આ વર્ષમાં ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં ઇન્ડિયાને 249.8 મીલીયન ટન કોલસાનું ઉત્પાદન કર્યું હતું જે ગયા વર્ષની સરખામણીમાં થયેળ ઉત્પાદન કરતા 13.8 મીલીયન ટન વધુ છે.
તો પછી આ સંકટ આવ્યું કેવી રીતે ?આ અંગે સરકારનું કહેવું છે કોરોનાની બીજી લ્હેર બાદ અર્થ વ્યવસ્થામે સુધાર આવ્યો હતો. જેનાથી વીજળી માંગ તેજીથી વધી છે સાથે સાથે વિદેશથી આવતા કોલસાની કિંત વધી છે જેના કારણે આયાતમાં પ્રભાવ પડ્યો હતો.આ સિવાય કોલસાની ખાણ આસપાસ વરસાદ થવાને કારણે ઉત્પાદન પ્રભાવિત થયું છે. આ બધી બાબતો વચ્ચે એવી પણ ચર્ચા ચાલી છે કે આ વર્ષના માર્ચમાં પાવર પ્લાન્ટને કોલસાનો સ્ટોક રાખવાની સલાહ આપવામાં આવી હતી પણ પાવર પ્લાન્ટ દ્વારા તેને નજર અંદાજ કરવામાં આવ્યા છે.