નવરાત્રી દરમયાન આઠમ અને નોમના દિવસે કન્યા પૂજનનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસોમાં કન્યાઓને દેવી દુર્ગાના વિવિધ રૂપોમાં પૂજવામાં આવે છે અને તેમને ભોગ વિગેરે આપીને પ્રસન્ન કરવામાં આવે છે. માં દુર્ગાના તમામ ભક્તો આ દિવસોમાં આ કન્યાઓને ભેટ આપે છે અને તેનો આશિર્વાદ મેળવે છે. આ દિવસે કન્યાઓને હલવો, પુરી, ચણા ખવડાવવાની પરંપરા છે અને આ વ્યંજનો ખાધા બાદ હાથમાં ભેટ આપીને ભક્તો પગ સ્પર્શીને આશિર્વાદ મેળવે છે. ભેટમાં શું આપવું તે દુવિધા હોય તો અમે તમને જણાવવા જઈ રહ્યાં છીએ કે ભેટમાં કંઈ વસ્તુઓ આપશો તો કન્યાઓ હસતા મુખે તેનો સ્વિકાર કરીને આશિર્વાદ આપશે.
ડ્રાઈફ્રુડનો ડબ્બો
કોરોનાકાળમાં મિઠાઈઓની જગ્યાએ તમે જો કન્યાઓને કંઈક હેલ્ધી વસ્તુ ભેટમાં આપશો તો તે તેનો સરળતાથી સ્વિકાર કરી લેશે અને તેનું સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. તમે તેને સોલ્ડેટ કે ચોકલેટ કોટેડ કાજુ, બદામ, કિશમીશ, અખરોટ વિગેરેને સુંદર બોક્સમાં પેક કરીને આપી શકો છો.
રંગ બેરંગી બંગડીઓ
નાની છોકરીઓને ડિઝાઈનર રંગ બેરંગી બંગડીઓનો ઘણો શોખ હોય છે. તેવામાં જો તમે તેને ભેટ સ્વરૂપે હાથોમાં બંગડી પહેરાવી શકો છો.
લાલ ચુંદડી
નવરાત્રીમાં ઘરે આવેલી કન્યાઓને તમે લાલ ચુંદડી ભેટમાં આપી શકો છો. લાલ રંગ દેવી દુર્ગાનો પ્રિય રંગ છે અને બાળકોને પણ ખુબ જ પસંદ આવે છે.
લાલ ડ્રેસ
અષ્ટમીના દિવસે કન્યા પુજન બાદ લાલ કપડાને ભેટમાં આપવાનું ખાસ મહત્વ છે. તેવામાં તમે રેડ ઈથનિક કે પછી વેસ્ટર્ન ડ્રેસ ભેટમાં આપી શકો છો.
સ્ટેશનરી
કન્યાઓને તમે પેન્ટીંગ બુક, પેન્સિલ બોક્સ, નોટબુક, પેન અને પેન્સિલનો સેટ વિગેરે ગિફ્ટ કરી શકો છો. તેમજ તેને લંચ બોક્સ પણ આપી શકો છો.
જ્વેલરી
તમે કન્યાઓને આર્ટિફિશિયલ જ્વેલરીની ભેટ આપી શકો છો. બાળાઓને શણગાર કરવાનો ઘણો શોખ હોય છે. તેવામાં તમે તેને નથડી, નેકલેસ વિગેરે આપી શકો છો.