દેશમાં કેટલાક નેતાઓ એવા છે જે VIP કલ્ચરને પસંદ કરતા નથી. પણ મોટાભાગના નેતાઓ એવા પણ છે જે આ VIP સવલતને છોડવા માગતા નથી.સરકાર હવે સાંસદોને સાચવવા ધમપછાડા કરી રહ્યું છે.તેઓની સુખ સુવિધા સાચવવાનું ધ્યાન રાખે છે VIP કલ્ચરની વાત વચ્ચે સરકાર હવે સાંસદો માટે સેફ્ઝોન તૈયાર કરાવી રહી છે VIPકલ્ચરનો અંત લાવવાની ઉઠતી માંગણીઓ વચ્ચે હવાઈ યાત્રામાં સાંસદોવધારે સુખાકારી મેળવે તેવા પાસા ગોઠવાયા છે.
આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે
-સિક્યુરિટી ચેકિંગ દરમિયાન સાંસદોને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
-CISF અને એરલાઈન્સ પરસ્પર કોર્ડિનેટ કરી લે
-તમામ એરપોર્ટ પર એક પ્રોટોકોલ અધિકારીની નિમણૂંક કરવી જોઈએ. જે સાંસદને વિશેષ સુવિધામાં મદદ કરે
-સાંસદ માટે VIP પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ. સંસદભવનના કાર પાર્કિંગ પાસને માન્ય રાખવામાં આવે
-એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને એરપોર્ટ સંચાલકોએ સાંસદોને ફ્રીમાં ચા, કોફી તથા પાણી ઉપરાંત લાઉન્જની સુવિધા આપવામાં આવે
-જે સાંસદ એર ઈન્ડિયામાં પ્રવાસ કરવાના છે એની માહિતી જે તે એરપોર્ટ અધિકારીને અગાઉથી કરવી જોઈએ. જેથી યોગ્ય વ્યવસ્થા થઈ શકે
-સાંસદોને આગળની લાઈનમાં સીટ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ.
-સાંસદના ચેકઈન વખતે સુવિધા અને સહયોગ મળી રહેવો જોઈએ
એર ઈન્ડિયા ટાટા ગ્રૂપના હાથમાં જતી રહી છે. આ પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં મોટાભાગની એરલાઈન્સ ખાનગી પેઢીના હાથમાં છે. આ ઉપરાંત દેશમાં PPP ધોરણે તૈયાર થતા એરપોર્ટની સંખ્યા પણ વધી રહી છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય તરફથી તા.21 સપ્ટેમ્બરના રોજ લખવામાં આવેલા લેટરમાં ચોખવટ કરવામાં આવી છે કે, એરપોર્ટ પર સાંસદનો પ્રોટોકોલ જાળવવામાં આવે, શિષ્ટાચાર રાખવામાં આવે એમને માન આપવામાં આવે એવા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. સાંસદની હવાઈ યાત્રા વખતે કેટલાક એવા કિસ્સા સામે આવ્યા છે. જેના કારણે આવા નિર્દેશોનું ફરી એલાન કરવામાં આવ્યું છે. આ પત્રમાં સાંસદના પ્રોટોકોલ અંગે પણ જાણકારી આપવામાં આવી છે. જેનું એર ઈન્ડિયાએ પાલન કરવાનું છે. આ પ્રોટોકોલ ખાનગી એરલાઈન્સ માટે નથી. ખાસ તો સીટના બુકિંગમાં સાંસદને પ્રાથમિકતા આપવામાં આવે. સીટ ખાલી ન હોય અને જો બુકિંગ કેન્સલ થાય તો સૌથી પહેલા સાંસદને પ્રાથમિકતા આપવામાં આવે.
સાંસદોની પરિવહનથી લઈને પ્રચાર સુધી એમની સુખ-સુવિધા સચવાય એવી અપેક્ષા રાખે છે. એર ઈન્ડિયાનું ખાનગીકરણ થયા બાદ એરપોર્ટ અને ફ્લાઈટમાં સાંસદોને VIP ટ્રીટમેન્ટ મળે એની ચિંતા સરકારને છે. આ મામલે સરકારે દરેક એરલાઈન્સ, એરપોર્ટ ઓપરેટર્સ તથા પ્લેસ સિક્યુરિટી નિયામકને ખાસ પત્ર લખી સાંસદના પ્રોટોકલ, શિષ્ટાચાર તથા યોગ્ય સપોર્ટ આપવા માટે વાત કહી છે.