100 જેટલા સ્વયંમ સેવકો ને રૂ.5કરોડ 16લાખ નોટથી મંદિર ને શણગારવા માટે લાંબા સમય સુધી કામ કર્યું છે. શણગારવા માટે રૂ.2000, રૂ.500રૂપયે. રૂ.200, રૂ.100, રૂ.50રૂ અને રૂ.10 ની નોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં આવેલુ કન્યાકા પરમેશ્વરી મંદિર દશેરાના અવસર પર રૂ.5 કરોડ કરતા વધારે ચલણીનોટથી શણગારવામાં આવ્યું છે. આ મંદિરમાં વર્ષમાં અલગ અલગ સમય પર દેવીની અલગ રૂપમાં પૂજા કરવામાં આવે છે. નવ દિવસ નવ નવરાત્રી-દશેરા સમયે ધનની દેવી ધનલક્ષ્મી દેવીની પૂજા કરવામાં આવે છે
ચાર વર્ષ પેહલા જૂના કન્યાક પરમેશ્વરી મંદિરનો રૂ.11 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યાર થી નવરાત્રી દશેરાનું દર વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ખૂબ ધૂમધામ અને પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સમારોહ ખૂબ ઉત્સાહથી ચાલુ છે. એવું નેલ્લોર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન મુક્કાલા દ્વારકાનાથે જણાવ્યું હતું 7કિલોગ્રામ સોનું અને 60કિલોગ્રામ ચાંદીથી શણગાર કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. ઘણી જગ્યા એ નોટથી દેવતાની પૂજા કરવામાં આવે છે.