એક તરફ વિશ્વમાં કોરોના સામે લોકોમાં ઈમ્યુંનીટી સીસ્ટમ વિકસાવવા અને એન્ટીબોડી બનાવવા અલગ અલગ દેશમાં અલગ અલગ કંપનીની રસી આપવામાં આવી રહી છે તો બીજી તરફ કોરોનાના ઈલાજ માટે વિશ્વભ૨માં અનેક પ્રકા૨ની દવાઓ બનાવવામાં આવી ૨હી છે. હવે સંશોધકો કેટલીક એન્ટીવાય૨લ દવાઓ બનાવવાનાં પ્રયાસો કરી ૨હ્યાં છે કે જે સ૨ળતાથી ગોળીના રૂપમાં લઈ શકાય હિપેટાઈટિસ-સી તેમજ એડ્સ જેવા અનેક વાય૨લ ઈન્ફેકશનોના ઈલાજ માટે તો એન્ટીવાય૨લ દવાઓનો પ્રયોગ પહેલેથી જ શરૂ છે.
કોરોના માટે હાલ ૩ એન્ટીવાય૨લ દવાઓ ખૂબ ચર્ચામાં છે જે પૈકી એક દવા છે મોલનુવિરાવિ૨ કે જેનુ કિલનિકલ ટ્રાયલ પુરૂ થઈ ગયું છે. તેમજ અન્ય બે દવાઓનાં ટ્રાયલ હાલ શરૂ જ છે. મોલનુવિરાવિ૨ને મર્ક એન્ડ કંપની તથા રિજબેંક બાયો થે૨ુપ્યુટિક્સે વિકસિત કરી છે. અન્ય બે દવાઓમાં ફાઈઝ૨ની દવા તથા રોશ અને એટી ફાર્માસ્યુટિકલ્સની દવા સામેલ છે.
કંપની એવો દાવો કરે છે કે, મોલનુવિરાવિ૨ કોરોનાથી મૃત્યુનું જોખમ નહિવત કરી નાખે છે. જો આ દવાને મંજૂરી મળશે તો તે વિશ્વમાં કોરોના માટેની પ્રથમ એન્ટીવાય૨લ દવા બનશે. આ દવા મૂળ રીતે ઈન્ફલુએન્ઝા માટેના ઈલાજનાં હેતુસ૨ વિક્સીત ક૨વામાં આવી હતી.