અમેરિકા અને બ્રિટને અફઘાનિસ્તાનમાં રહેલા પોતાના નાગરિકો એવી ચેતવણી આપી છે કે, તેઓ હોટેલમાં જવાથી બચે. તા.8 ઑક્ટોબરના રોજ અફઘાનિસ્તાનની એક મસ્જીદમાં થયેલા ઘાતક હુમલામાં 100થી વધારે લોકો મૃત્યું પામ્યા હતા. જેની જવાબદારી ISISએ લીધી હતી. હવે અફઘાનિસ્તામાં રહેલી હોટેલને નિશાન બનાવવામાં આવે એવી આશંકા છે. અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું કે, જે પણ નાગરિકો સેરેના હોટેલ અથવા તેની આસપાસ રોકાયેલા છે તે તાત્કાલિક હોટેલ ખાલી કરી દે.
ત્યાંથી નીકળી જાવ. સુરક્ષાને લઈને ત્યાં મોટું જોખમ છે. બ્રિટનના કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસે પણ કહ્યું કે, અફઘાનિસ્તામાં હુમલાના જોખમને ઘ્યાને લઈ લોકોને સુરક્ષિત રહેવા માટે સલાહ આપી છે. તેઓ હોટેલમાં રોકાણ ન કરે. ખાસ કરીને કાબુલમાં આવેલી સેરેના હોટેલમાં રોકાણ ન કરે. કાબુલમાં આવેલી સેરેના હોટેલને અતિ લક્ઝરી હોટેલ માનવામાં આવે છે. જ્યાં પ્રવાસીઓ અને વિદેશી મહેમાનો રોકાણ કરે છે. આ હોટેલ આ પહેલા પણ બે વખત તાલિબાનોના નિશાન પર આવી ચૂકી છે. તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમવી દેતા અનેક વિદેશી નાગરિકો દેશ છોડીને ભાગી રહ્યા છે. પણ કેટલાક પત્રકારો અને મદદ પહોંચાડતા લોકો કાબુલમાં રોકાયેલા છે. આ પહેલા તાલિબાન અને અમેરિકાના પ્રતિનિધિઓ વચ્ચે કતારની રાજધાની દોહામાં એક ખાસ મુલાકાત થઈ હતી. અમેરિકી સૈન્યએ અફઘાનિસ્તાન છોડી દીધા બાદ આ પહેલી ફેસ ટુ ફેસ મુલાકાત હતી. જેમાં સુરક્ષાઓના મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવી હતી. આતંકવાદને લઈને અમેરિકાને પણ ચિંતા થઈ રહી છે.
આ ઉપરાંત અમેરિકાએ પોતાના નાગરિકો તેમજ અન્ય વિદેશી નાગરિકોને દેશ છોડવા માટે સુરક્ષિત રસ્તો આપવા માટે ખાસ વાતચીત કરી છે.