કહેવાય છે કે જન્મ કરતા ઉછેર મોટો હોય છે. જામનગરમાં ત્યજી દેવાયેલી દીકરીને દત્તક લેવા માટે અમેરિકાનો પરિવાર રાજી થયો હતો. એટલું જ નહીં દીકરી માટે પાસપોર્ટ લઈને અનાથાશ્રમ પહોંચ્યો હોય. આ ઘટના છે જામનગરની. જ્યાં અમેરિકાથી આવેલા એક દંપતિએ ઈન્ડિયન બેબી ચાઈલ્ડને એડોપ્ટ કરી લીધી છે. દીકરી રન્નાને સોંપતી વેળાએ સાંસદ પૂનમબેન ભાવુક થયા હતા. અમેરિકાથી દીકરીને દત્તક લેવા માટે આવેલા દંપતિએ દીકરીનું નામ રન્નાથી બદલીને એલીરૂથ રાખવાનું નક્કી કર્યું છે.
ચાર વર્ષની રન્ના એક દિવસ અમેરિકા જઇને હવે અભ્યાસ કરશે અને દંપતિ એનો ઉછેર કરશે. કોઈ પણ દીકરા કે દીકરીને એડોપ્ટ કરવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે. આ કેસમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને દંપતિ એનો પાસપોર્ટ લઈને જામનગરમાં આવેલા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં પહોંચ્યું હતું. જ્યાં રન્નાનો પાંચ વર્ષથી ઉછેર કરવામાં આવી રહ્યો હતો. સાસંદ પૂનમબેન માડમના હસ્તે રન્નાને તેમના નવા માતાપિતાને સોંપવામાં આવી હતી. અમેરિકાથી આવેલા જસ્ટીને કહ્યું કે અમેરિકામાં એમના ત્રણ સંતાનો છે. એલિરૂથ તેમનું ચોથું સંતાન હશે. ભારતીય સંસ્કૃતિથી ખુબ જ પ્રભાવિત હતા. ભારતમાંથી જ દીકરી દત્તક લેવા માંગતા હતા. જસ્ટીએ જણાવ્યું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી દતક લેવાની કાર્યવાહી કરી રહ્યાં હતા. અંતે જામનગરના સ્ત્રી વિકાસ ગૃહ અનાથાશ્રમ પર પસંદગી ઊતારવામાં આવી હતી. અમે દોઢ વર્ષ પહેલા આ દીકરીને મળ્યા હતા. કોરોના હોવાથી રૂબરૂ મળી શક્યા ન હતા. રન્ના એકદમ ખુશ મિજાજી દીકરી છે. સ્વભાવ રમતિયાળ છે. એના અનેક વીડિયો જોયા બાદ એની પસંદગી કરવામાં આવી હતી.
પહેલી વખત મળ્યા ત્યારથી જ એક ક્નેક્શન બન્યું એટલે આ જ દીકરી પર પસંદગી ઊતારવામાં આવી હતી. કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઇએ જણાવ્યું કે અમારી સંસ્થા છેલ્લા 65 વર્ષથી નિરાધાર બાળકોના માતાપિતા બની આ સંસ્થા કામ કરે છે. રંજનાને દતક લેવા આવેલા અમેરિકન માતા-પિતા અમેરિકામાં બિઝનેસ કરે છે. તેઓ ખૂબ સુખી છે અને જામનગર આવવાનું એમનું ઘણા સમયથી નક્કી હતું. કેન્દ્ર સરકારની સંસ્થા મારફતે જ દત્તક પ્રક્રિયા થાય છે. ખાસ કરીને વિદેશથી કોઈ દંપતિ આવે તો એમના માટે ઘણા નિયમ ફોલો કરતા હોય છે. દત્તક લેનાર માતા-પિતાની આર્થિક, સામાજિક તથા નાનામાં નાની વાતનું નિરિક્ષણ કરે છે ત્યારબાદ કોર્ટ જ્યારે આદેશ આપે ત્યારે બાળક દત્તક આપવામાં આવે છે.બાળકીને દત્તક લેનાર અમેરિકન દંપતીનું પૂનમબહેને સન્માન કર્યું હતું. બાળકીને જ્યારે અમેરિકન દંપતીને સોંપવામા આવી ત્યારે પૂનમબહેન ભાવુક થયા હતા.