રવિવારે રશિયાના તાતારસ્તાનમાં વિમાન દુર્ઘટનામાં બની છે જેમાં કુલ 16 લોકોનાં મૃત્યુ થયાના વાવડ મળ્યા છે. આ ઘટનામાં કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈમરજન્સી સર્વિસે સ્પુતનિકને જણાવ્યું કે 7 ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલું છે. બાકીના 16 લોકો જીવે છે એવા કોઈ સંકેત સામે આવ્યા નથી. રશિયાની ઈમરજન્સી મિનિસ્ટ્રીએ સ્પષ્ટતા કરી કે વિમાનમાં પેરાશૂટ જંપર સવાર હતા. સાત ઘાયલ લોકોમાંથી એકની સ્થિતિ ગંભીર છે.
આ વિમાન લેટ L-410 ટર્બોલેટ હતુ. જેમાં બે એન્જિન હોય છે. પ્લેન શોર્ટ-રેન્જ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ છે. તાજેતરમાં જ રશિયામાં વિમાનની સુરક્ષાના માપદંડોમાં સુધારો કરવામાં આવ્યો છે, તેમ છતાં હજી કેટલાક દૂરના વિસ્તારોમાં જુના વિમાનોમાં દુર્ઘટનાનું પ્રમાણ ઘટ્યું નથી.