પાટનગર ગાંધીનગર પાસે આવેલા પેથાપુર ગામની ગૌ શાળાની બહારથી શુક્રવારે રાત્રિના સમયે માસૂમ બાળક મળી આવ્યું હતું. જેના માતાપિતા સુધી પહોંચવા ગાંધીનગર પોલીસે દિવસ રાત એક કર્યા હતા.રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી ઘણા ખુલાસા કર્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સીવિલમાં બાળકની ખાસ મુલાકાત લઈને સ્મિત નામ આપ્યું હતું.
બાળકને વાહલ કરી મનભરી રમાડયું હતું. માનવતાનું મોત થયું હોય તેવી આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. એક શખ્સ માસૂમ બાળકને રસ્તે રઝળતું મૂકીને ફરાર થતો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. પોલીસને એક કાર પરથી સમગ્ર કેસની આગળની કડી મળી હતી. મંત્રીએ કહ્યું કે, આ બાળકના માતા-પિતાને શોધવા માટે જિલ્લાની વિવિધ 14 ટીમોએ કામગીરી હાથ ધરી હતી. CCTV થી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. વાહન રજિસ્ટ્રેશન નંબરથી માલિકના ઘર સુધી પહોંચવામાં પોલીસને મદદ મળી. આ બાળકનું નામ શિવાંશ છે અને તેની ઉંમર 8 થી 10 માસનો છે.
પિતા સચિન બાળકને મુકી રાજસ્થાન ભાગી ગયો હતો, જેણે ચાર-પાચ કલાકમાં ગાંધીનગર લવાશે. જ્યારે ગાંધીનગરના SP મયુર ચાવડાએ આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, પતિ-પત્નીના ઝગડામાં બાળકને તરછોડવામાં આવ્યું હોવાનું સામેં આવ્યું છે. ઘરકંકાસથી કંટાળીને આ આત્યાંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બાળક તેની ગર્લફ્રેન્ડ થકી છે. સચિનના બાળકનું નામ ધ્રુવ દીક્ષિત છે. જ્યારે આ બાળક તેની ગર્લફ્રેન્ડ થકી હોવાનું સામે આવી રહ્યું છે. ગર્લફ્રેંડ બાળકને રાખવા માટે તૈયાર નહી હોવાથી એને તરછોડી દીધું છે. હાલ એ રાજસ્થાન હોવાની આશંકા છે. જેને પકડી ગાંધીનગર લઈ અવાશે. પછી કાયદેસર ની પ્રક્રિયા થશે.