દેશના ઘણા યુવાનો સંરક્ષણ દળોમાં સારૂ એવું કેરિયર બનાવવા માગે છે. હવે તો મહિલાઓ માટે પણ જગ્યા થતા મહિલાઓ પણ દેશ સેવામાં પોતાનું યોગદાન આપી શકે છે. પોલીસ ક્ષેત્ર બાદ BSF અને Air Forceમાં પણ મહિલાઓએ મોટું પદ મેળવી સિદ્ધિ મેળવી છે. ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌસેનામાં કામ કરવું એ આદર અને પ્રતિષ્ઠાની ગણાય છે. ભારતીય સેનાના 1,40,000 લશ્કરી દળોમાંથી માત્ર 0.56 ટકા મહિલાઓ છે. જ્યારે વાયુસેમાં 1.08 ટકા અને નૌકાદળ 6.5 ટકા મહિલાઓની ટકાવારી થોડી સારી છે.

ફ્લાઈંગ ઓફિસર બનવા માટેની લાયકાત
કોઈપણ માન્ય બોર્ડમાંથી ધો.12ની પરીક્ષા પાસ કરી હોવી જોઈએ.
મહિલા ઉમેદવારોએ ફિઝિકલ, કેમેસ્ટ્રી અને ગણિત વિષય સાથે ધો.12ની પરીક્ષા કે સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ.
2021ની પરીક્ષામાં ભાગ લેવા માટે ઉમેદવારનો જન્મ 2 જાન્યુઆરી 2003 પહેલા અને 1 જાન્યુઆરી 2006 બાદ થયો હોવો જોઈએ નહીં.
NDA 2ની પરીક્ષા આગામી તા.14 નવેમ્બરના રોજ લેવાશે.
તેમાં સારું પ્રદર્શન કરનાર ઉમેદવારોને SSBના ઈન્ટરવ્યૂ રાઉન્ડ અને મેડિકલ ટેસ્ટ માટે બોલાવાશે.
SSBના તબક્કામાં પ્રદર્શનના આધારે સફળ મહિલા ઉમેદવારોને તેમના મેરીટ અને પસંદગી મુજબ એકેડમી અને શારીરિક તાલીમ આપવામાં આવશે.
પાસ થયા બાદ ઉમેદવારોને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દ્વારા બીટેક, બીએસસી, બીએસસી (કોમ્યુટર)ની ડિગ્રી આપવામાં આવશે. ત્યારપછી ફ્લાઈંગ કે નોન ટેક્નિકલ ગ્રાઉન્ડ બ્રાન્ચના ઉમેદવારોને હૈદરાબાદ સ્થિત એરફોર્સ એકેડમીમાં મોકલવામાં આવશે.