Sunday, January 26, 2025
HomeGujaratગુજરાત સામજિક-રાજકીય કામમાં સફળ લેબ-જીતું વાઘાણી

ગુજરાત સામજિક-રાજકીય કામમાં સફળ લેબ-જીતું વાઘાણી

ગુજરાત રાજ્યમાં ગાંધીનગર મહાનગર પાલિકાની તથા જિલ્લા-તાલુકાની પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપે શાનદાર પરર્ફોમન્સ કર્યું છે.જોરદાર જીતથી ઉત્સાહિત ભાજપ એક તરફ ઉજવણી માં વ્યસ્ત બન્યું છે તો બીજી તરફ ગુજરાત રાજ્યના નવા શિક્ષણમંત્રી તેમજ સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભાજપ માટે ગુજરાત એક પ્રયોગશાળા છે. ચૂંટણીના પરિણામો અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સાચા અર્થમાં કોઈ રાજકારણ હોય કે વિકાસ હોય દરેક સામાજિક કામમાં ગુજરાત રાજ્ય આખા દેશમાં એક સફળ લેબ જેવું રહ્યું છે.

રાજ્યની પ્રજાએ વિરોધીઓની ઓફિસ બંધ કરવા માટે જે મેન્ડેટ આપ્યો છે એ વિજયનો અમે સ્વીકાર કરીએ છીએ. 26 વર્ષે પણ ચૂંટણીમાં ભાજપ પક્ષની મોટી જીત થઈ છે. ગાંધીનગરમાં જીત બદલ અમે પ્રજાનો આભાર વ્યક્ત કરીએ છીએ. તા.4 ઑક્ટોબરના રોજ ગુજરાત યુનિવર્સિટીને સાયબર સિક્યુરિટી પર કામ કરવા માટે Mou પણ થઈ ચૂક્યા છે. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરીમાં આ કામ કરવામાં આવ્યું છે. આ ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે. સરકારી યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધીત એક રીસર્ચ શરૂ થવાની પૂરી શક્યતાઓ છે. આશરે રૂ.100 કરોડના ખર્ચે આ રોકાણ કરવામાં આવશે. સંરક્ષણ અને ટેકનિકલ ક્ષેત્રની એક મોટી જરૂરિયાત છે. જેને પહોંચી વળવા માટે આ પ્રયોગ કરાયો છે. ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તાએ કહ્યું કે, સરકારની એક બેઠક તાજેતરમાં મહેસુલી કર્મચારીઓ સાથે થઈ હતી.

મહેસુલ ક્ષેત્રે કર્મચારીઓ સમસ્યાઓનો ઝડપથી ઉકેલ આવશે. મગફળીના રજીસ્ટ્રેશનમાં ખેડૂતોને કોઈ રીતે મુશ્કેલી નહીં પડે. જણસીના દાખલા આજથી જ આપી દેવામાં આવશે. તેવું પણ ઉમેર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,783FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW