HomeGujaratબોન્ડની 3 વર્ષની મુદત પૂરી થતી હોવાથી હવે જો ભરતીની જાહેરાત નહીં...

બોન્ડની 3 વર્ષની મુદત પૂરી થતી હોવાથી હવે જો ભરતીની જાહેરાત નહીં થાય તો બેરોજગાર ટેટ પાસને નુકસાન થશે

અમદાવાદ, મંગળવાર

      ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 2018માં થયેલી વિદ્યાસહાયક ભરતીમાં સરકાર દ્વારા 3 વર્ષના બોન્ડ સાથે ભરતી પ્રક્રિયા હાથ કરવામાં આવી હતી, જેમાં ભરતી થયેલા વિદ્યાસહાયકોને 3 વર્ષના બોન્ડ સાથે ફેબ્રુઆરી 2019માં વિદ્યાસહાયક તરીકે પસંદગી અપાઈ હતી, રાજ્ય સરકાર દ્વારા જો 3 વર્ષ સુધીમાં વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવે જેમાં 2018 ની ભરતીમાં લાગેલા ઉમેદવારો ફરીવાર આગામી ભરતીમાં મનપસંદ સ્થળે નોકરી મળે એ માટે અરજી કરે તો 3 લાખ રૂપિયાના બોન્ડ સરકારમાં ભરવા પડે છે. સાથે એન.ઓ.સી. પણ ફરજિયાત હોય છે.

         અલબત્ત, સરકારે ભરતી કરવાનો આરંભ કર્યો છે પણ, હવે માત્ર એક મહિનો જ રહી ગયો છે. આગામી 1 મહિનામાં ભરતી કરવામાં ન આવે અને જો 3 વર્ષના બોન્ડ પર લાગેલા વિદ્યાસહાયકોનો બોન્ડ પૂર્ણ થાય તો આગામી સમયમાં થનાર વિદ્યાસહાયક ભરતીમાં ફરીવાર ચાલુ નોકરીવાળા શિક્ષકો ફોર્મ ભરશે, જેથી સરકારનો બેરોજગારોને નોકરી આપવાનો ઉદ્દેશ્ય પણ સાર્થક નહિ થાય અને ટેટ પાસ બેરોજગારોને મોટું નુકસાન જશે તેમ આ અંગે ટેટ પાસ ઉમેદવારોના સંગઠને જણાવ્યું હતું. (તસવીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW