HomeGujaratપાલનપુર હાઈવે પર એક સાથે ત્રણ વાહનો અથડાતા કાર સેન્ડવીચ થઈ ગઈ

પાલનપુર હાઈવે પર એક સાથે ત્રણ વાહનો અથડાતા કાર સેન્ડવીચ થઈ ગઈ

પાલનપુર પાસે આવેલા અમીરગઢ હાઈવે પર એક જીવલેણ અકસ્માત થયો છે. નેશનલ હાઈવે પર ભડથ પાટિયા પાસે ટ્રક, ટ્રેલર અને એક ઈકો કાર વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અકસ્માત એટલો દમદાર હતો કે, કારના પતરા કાપીને ઈજાગ્રસ્તને બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રક અને ટેન્કર વચ્ચે ઈકો કાર પડકું વળી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે.

ચારેયને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભંયકર હતો કે, કારનો કુડચો બોલી ગયો હતો. કાર જાણે બે મોટા વાહન વચ્ચે સેન્ડવીચ બની ગઈ હોય એવું ચિત્ર જોવા મળ્યું હતું. પતરા કાપીને ઈજાગ્રસ્તને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમીરગઢ પાસે આવેલા નેશનલ હાઈવે પર ભડથ પાટિયા પાસે ટ્રક, ટ્રેલર અને ઈકો કાર વચ્ચે અકસ્માત થતા સમગ્ર પંથકમાં એરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અકસ્માત થતા જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિકોએ હાઈવે પર વાહનનોને ડાઈવર્ટ કરવા પ્રયાસ શરૂ કર્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટ્રાફિક નિયત્રણ કરાવ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો પણ હાઈવે પર એકઠા થઈ ગયા હતા. રસ્તા પર કાચ-કાચ થઈ ગયો હતો. જ્યારે ટ્રેલરની એક બાજુનો ભાગ દબાઈ ગયો હતો. જ્યારે કારમાં તો સીટથી લઈને પાછળના કાચ સુધી તૂટવામાં કંઈ બાકી રહ્યું ન હતું. આ પહેલા પણ આજ હાઈવે પર મસમોટા અકસ્માત થયા છે. ખાસ કરીને પુરપાટ વેગે વાહન હંકારતા લોકો માટે ચેતવા જેવો આ કિસ્સો છે. જોકે, પોલીસે પણ આ કેસમાં કાયદેસરના પગલાં લીધા છે.

જોકે, રસ્તા પર અકસ્માતને કારણે લાંબા અંતર સુધી વાહનોના થપ્પા જોવા મળ્યા હતા. વહેલી સવારે અકસ્માત થયો હતો. આ પહેલા ડીસા પાલનપુર હાઈવે પર અકસ્માત થતા ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. ભોયણ ગામના પાટિયા પાસે પણ આ જ પ્રકારનો જીવલેણ અકસ્માત થયો હતો. જોકે, કારમાં કોણ કોણ હતુ અને કઈ બાજુ જતી હતી એ અંગે ખાસ કોઈ વિગત સામે આવી નથી. આ ઘટનામાં મત્તકનો મૃતદેહ અમીરગઢ રેફરલમાં લઇ જવાયો હતો. બીજી બાજુ બનાસકાંઠાના પાલનપુર ધનિયાણા ચોકડી પાસે જીપ અને મોટર સાઇકલ વચ્ચે અકસ્માત થતાં અહીં એકને ગંભીર ઇજા થતાં તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.જો કે કમનસીબે તેમને ગંભીર ઇજા પહોંચી હોવાથી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW