HomeGujaratમોરબીના વિકાસ વિદ્યાલયની ત્રણ સગીરા અચાનક ગુમ 2 સગીરા તેના ઘરેથી પરત...

મોરબીના વિકાસ વિદ્યાલયની ત્રણ સગીરા અચાનક ગુમ 2 સગીરા તેના ઘરેથી પરત મળી

મોરબીના શોભેશ્વર રોડ પર વિકાસ વિદ્યાલયમાં ચાલતા બાલાશ્રમમાં રહેતી ત્રણ સગીરા સોમવારના રોજ અચાનક નીકળી ગઈ હતી આ અંગેની જાણ વિદ્યાલયના વ્યવસ્થાપકને થતા દોડધામ મચી ગઈ હતી.જે બાદ તેની શોધખોળ હાથ ધરી હતી તેમજ આ અંગે બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી જે બાદ પીઆઈ વિરલ પટેલ અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીની કલાકમાં પોલીસ બે સગીરાને શોધી લાવી હતી.બન્ને સગીરાને પોલીસે તેના જ ઘરેથી લાવી છે જયારે અન્ય એક સગીરાની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે

સગીરા અંગે મળતી માહીતિ મુજબ ત્રણ સગીરામાંથી એક સગીરા ટંકારા અને 2 મોરબી પંથકની હોવાનું સામે આવ્યું છે અપહરણના ગુનામાં પોલીસે ત્રણેયને શોધીને લાવી હતી બાદમાં તેમને વિકાસ વિદ્યાલયની બાલાશ્રમમાં રાખવામાં આવી હતી.પોલીસ દ્વારા ત્રીજી સગીરાની પણ શોધખોળ કરી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW