HomeGujaratહળવદમાં ચીફ ઓફિસરે 8 કર્મીને છુટા કર્યા પાલિકા પ્રમુખે અટકાવ્યો

હળવદમાં ચીફ ઓફિસરે 8 કર્મીને છુટા કર્યા પાલિકા પ્રમુખે અટકાવ્યો

હળવદ નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર દ્વારા ગત 8 ડિસેમ્કબરના રોજ કરાર આધારિત 8 કર્મચારીઓને છુટા કરી દેતા હડકંપ મચી ગયો હતો આ અંગે ચીફ ઓફ્સર દ્વારા અનિયમિત કામગીરી થતી હોવાનું કારણ રજુ કર્યું હતું.

આ અંગે મુદો પાલિકા પ્રમુખ રમેશ પારેજીયા સુધી પહોચતા તેઓએ ચીફ ઓફિસરને લેખિત નોટીસ પાઠવી હતી જેમાં આ નિર્ણય લેતી વખતે પાલિકા પ્રમુખ સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરેલ ન હોય તેમજ મ્યુનિસિપલ એક્ટ મુજબ કોઈ પણ કર્મીને જોડતા કે કરાર રદ કરતા પહેલા પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરવો પડે છે અને સભ્યોની બહુમતીના આધારે નિર્ણય લેવાનો રહે છે.જોકે આ અંગે પાલિકા ચીફ ઓફિસર દ્વારા કોઈ નિયમનું પાલન ન કર્યું હોવાનું જણાવી સામાન્ય સભામાં જ્યાં સુધી આ અંગે નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી 8 કર્મચારીઓને છુટા કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.

HALVAD NAGARPALIKA

સાથે સાથે પાલિકા પ્રમુખે ચીફ ઓફિસર દ્વારા લેવામાં આવેલ નિર્ણય અંગે પણ સામાન્ય સભામાં ચર્ચા કરવા માટે તેને સામાન્ય સભા એજેન્ડામાં લેવા પ્રમુખે સુચના આપી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW