HomeGujaratCTET પહેલી વખત ઓનલાઇન લેવા નિર્ણય,300થી વધુ સેન્ટર નક્કી

CTET પહેલી વખત ઓનલાઇન લેવા નિર્ણય,300થી વધુ સેન્ટર નક્કી

CBSE સ્કૂલોમાં શિક્ષક બનવા માટે લેવાતી CTET પ્રથમ વખત ઓનલાઈન લેવાનો નિર્ણય કરાયો છે. તા.16 ડિસેમ્બરથી શરૂ થનારી ઓનલાઈન પરીક્ષા તા. 13 જાન્યુઆરી સુધી ચાલશે. બોર્ડ દ્વારા પરીક્ષાનો મોડ બદલ્યા બાદ પણ ફીમાં કોઈ ફેરફાર કરાયો ન હોવાનું જાણવા મળે છે. પ્રથમ વખત ઓનલાઈન માધ્યમથી પરીક્ષા લેવામાં આવનાર હોવાથી બોર્ડ દ્વારા પ્રેક્ટિસ સેન્ટર અને મોક ટેસ્ટ માટેની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળે છે. બોર્ડ દ્વારા CTETની 15મી આવૃત્તિમાં ઓનલાઈન સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા લેવાનારી સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ (CTET) આ વખતે કમ્પ્યુટર બેઝ્ડ લેવાનો નિર્ણય કરાયો છે. અત્યાર સુધી આ પરીક્ષા ઓફલાઈન લેવાતી હતી. જોકે, પ્રથમ વખત કમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટ લેવાનું નક્કી કરાયું છે. આ પરીક્ષા સમગ્ર દેશમાં 16 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી દરમિયાન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં 20 ભાષામાં આ પરીક્ષા લેવાશે.

CTET આપનારા ઉમેદવારો માટે બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે. જેમાં બોર્ડ દ્વારા સમગ્ર દેશના લાખો ઉમેદવારો માટે પ્રેક્ટિસ સેન્ટરની યાદી પણ જાહેર કરી દીધી છે. સીબીએસઈ બોર્ડ દ્વારા સમગ્ર દેશમાં કુલ 356 પ્રેક્ટિસ સેન્ટર નક્કી કર્યા છે. આ સેન્ટર પર જઈને ઉમેદવાર ઓનલાઈન યોજાનારી પરીક્ષા માટે અભ્યાસ કરી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW