મોંઘવારીના મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘેરવા માટે રવિવારે કોંગ્રેસે રાજસ્થાનના પાટનગર જયપુરમાં મોંઘવારી હટાવો રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં કોંગ્રેસ હાઈકમાન્ડના ત્રણેય નેતાઓ સોનિયા ગાંધી, તેમના પુત્રી પ્રિયંકા ગાંધી અને પુત્ર રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. કોંગ્રેસના શાસનવાળા રાજસ્થાનના પાટનગર જયપુરમાં રાહુલ ગાંધીએ રેલીને સંબોધિત કરતા કહ્યુ છે કે દેશમાં બે શબ્દોની ટક્કર છે. એક શબ્દ હિંદુ છે અને એક હિંદુત્વ છે. હું હિંદુ છું, પરંતુ હિંદુત્વવાદી નથી. મહાત્મા ગાંધી હિંદુ હતા અને ગોડસે હિંદુત્વવાદી.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે દેશની સામે કઈ લડાઈ છે અને લડાઈ કોની વચ્ચે છે. કઈ વિચારધારાઓની વચ્ચે છે. તમે જાણો છે કો બે જીવોનો એક આત્મા હોઈ શકે નહીં. તેવી રીતે જ બે શબ્દોનો એક મતલબ હોઈ શકે નહીં. દરેક શબ્દનો અલગ મતલબ હોય છે. દેશની રાજનીતિમાં આજે બે શબ્દોની ટક્કર છે તેનો અર્થ અલગ છે. એક શબ્દ હિંદુ, બીજો શબ્દ હિંદુત્વવાદી. આ એક ચીજ નથી. આ બે અલગ શબ્દ છે અને તેનો મતલબ બિલકુલ અલગ છે.

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે હું હિંદુ છું, પરંતુ હિંદુત્વવાદી નથી. આ બધાં હિંદુ છે, પરંતુ હિંદુત્વવાદી નથી. આજે હું તમને હિંદુ અને હિંદુત્વવાદીઓની વચ્ચેનો ફરક જણાવવા માંગુ છું. મહાત્મા ગાંધી હિંદુ, ગોડસે હિંદુત્વવાદી. ચાહે કંઈપણ થઈ જાય હિંદુ સત્યને શોધે છે. મરી જાય, કપાય જાય, કચડાય જાય, હિંદુ સત્યને શોધે છે. તેનો રસ્તો સત્યાગ્રહ છે. આખી જિંદગી સત્યને શોધવામાં કાઢી નાખે છે. મહાત્મા ગાંધીએ આત્મકથા લખી, માય એક્સિપિરયન્સ વિધ ટ્રૂથ, મતબલ આખી જિંદગી તેમણે સત્યને સમજવા માટે વિતાવી દીધી અને આખરમાં એક હિંદુત્વવાદીએ તેમની છાતીમાં ત્રણ ગોળીઓ મારી.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે હિંદુત્વવાદી પોતાની આખી જિંદગી સત્તાને શોધવામાં લગાવી દે છે. તેને સત્યથી કંઈ લેવાદેવા નથી. તેને માત્ર સત્તા જોઈએ અને તેના માટે તો કંઈપણ કરી નાખશે. કોઈને મારી નાખશે, કંઈપણ બોલી નાખશે, બાળી નાખશે, કાપી નાખશે, મારશે, મારી દેશે, તેને સતત્તા જોઈએ. તેનો માર્ગ સત્યાગ્રહનો નથી, સત્તાગ્રહનો છે. હિંદુ પોતાના ડરનો સામનો કરે છે. હિંદુ ઉભો થઈને પોતાના ડરનો સામનો કરે છે અને એક ઈંચ પાછળ હટતો નથી.

તેમણે કહ્યુ છે કે હિંદુ શિવાજીની જેમ પોતાના ડરને ગળી જાય છે, પી લે છે. હિંદુત્વવાદી પોતાના ડરની સામે ઝુકી જાય છે. પોતાના ડરની સામે માથું ટેકવે છે. હિંદુત્વાવાદીને તેનો ડર ડૂબાડી દે છે અને ડરથી તેના દિલમાં નફરત પેદા થાય છે. ગુસ્સો આવે છે, ક્રોધ આવે છે. હિંદુ ડરનો સામનો કરે છે. તેના દિલમાં શાંતિ, પ્રેમ, શક્તિ પેદા થાય છે. આ હિંદુત્વવાદી અને હિંદુ વચ્ચેનો ફરક છે.
રાહુલ ગાંધીએ જયપુરમાં રેલીને સંબોધિત કરતા કહ્યુછે કે મે તમને આ ભાષણ શેના માટે આપ્યું ? કારણ કે તમે બધાં હિંદુ છો, હિંદુત્વવાદી નથી. આ દેશ હિંદુઓનો દેશ છે, હિંદુત્વવાદીઓનો નથી અને આજે જો આ દેશમાં મોંઘવારી છે, દર્દ છે, દુખ છે, તો આ કામ હિંદુત્વવાદીઓએ કર્યું છે. હિંદુત્વવાદીઓને કોઈપણ ભોગે સત્તા જોઈએ. મહાત્મા ગાંધી કહેતા હતા કે હું સચ્ચાઈ ચાહું છું, હું સચ્ચાઈ શોધું છું, મારે સત્તા જોઈતીનથી. તેવી જ રીતે આ કહે છે મને સત્તા જોઈએ, સચ્ચાઈ સાથે મારે કોઈ લેવાદેવા નથી.

