જામનગરના ઉદ્યોગપતિ અને લોહાણા સમાજના અગ્રણીના પુત્રના લગ્ન જયપુરમાં યોજાયા હતાં. ત્યારબાદ ઉદ્યોગપતિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં બાદ તેણે એક વીડિયો સોશયલ મીડિયામાં એક ક્લિપ મોકલીને આ અંગેની જાણકારી આપી હતી અને તમામ મહેમાનોને કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી હતી. ત્યારે હવે આજે તેમની તબિયત ઘણી સુધારા ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
જામનગરના ઉદ્યોગપતિ અને લોહાણા સમાજના અગ્રણી જીતુલાલના પુત્રના લગ્ન જયપુરમાં યોજાયા હતાં. ત્યાંથી તે જામનગર પરત ફર્યાં ત્યારબાદ જીતુલાલ સહિત પરિવારના તમામ સભ્યોનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં જીતુલાલ સહિત પરિવારના ત્રણ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

આથી તેમણે જામનગરથી જયપુર આવેલા તમામ મહેમાનોને કોરોના રિપોર્ટ કરાવી લેવા માટે અપીલ કરી હતી. તેમજ જામનગર મહાનગરપાલિકાએ સામેથી જ મહેમાનોની સૂચના આપતા મહાનગરપાલિકાએ મહેમાનોનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું હતું. આઠ ટીમો દ્વારા તમામ મહેમાનોનું ટેસ્ટીંગ કર્યું હતું. તેમાં કોઈને પણ કોરોના પોઝિટીવ નહીં આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

