HomeGujaratગુજરાતમાં જ નહીં પાંચ રાજ્યોમાં ભાજપને હાર દેખાઈ રહી છે : ભરતસિંહ સોલંકી 

ગુજરાતમાં જ નહીં પાંચ રાજ્યોમાં ભાજપને હાર દેખાઈ રહી છે : ભરતસિંહ સોલંકી 

ગાંધીનગર, શનિવાર

   ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તેના નિર્ધારિત સમય પહેલાં એટલે કે આગામી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં આવે તેવા ભણકારા વાગી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં આગામી વર્ષે ચૂંટણી યોજાનાર છે તેની સાથે જ ગુજરાતની ચૂંટણી પણ યોજાઈ શકે તેમ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપને પાંચ રાજ્યોમાં હાર દેખાઈ રહી છે. ગુજરાતમાં સત્તા પરિવર્તન કર્યા પછી પણ પરિસ્થિતિ બદલાઈ નથી. ગુજરાતમાં સત્તા પરિવર્તન નક્કી છે અને તે માટે કોંગ્રેસ તૈયાર છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિયુક્તિ બાદ કોંગ્રેસમાં પ્રાણ પૂરાયો છે અને હવે ૨૦૨૨નો ચૂંટણી જંગ જીતવાની તૈયારીઓ આરંભી છે. 

   ગુજરાતમાં આગામી વર્ષે નવેમ્બર-ડીસેમ્બરમાં ૧૪મી વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય છે. જાે કે, આ પહેલાં ગુજરાતમાં ચૂંટણી યોજાઈ શકે છે તેવું કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. અન્ય પાંચ રાજ્યોમાં પણ ફેબ્રુઆરી-માર્ચમાં ચૂંટણી યોજાનાર છે અને તેની સાથે ગુજરાતની ચૂંટણી પણ યોજાઈ શકે છે. ભાજપને પાંચે રાજ્યોમાં હાર દેખાઈ રહી હોવાનું પણ તેમણે કહ્યું હતું. ગુજરાતમાં સત્તા પરિવર્તન કર્યા પછી પણ પરિસ્થિતિ બદલાઈ નથી તેવું પણ તેમણે કહ્યું હતું. ગુજરાતમાં કોંગ્રેસ ગમે ત્યારે ચૂંટણી જાહેર થાય ત્યારે લડવા માટે તૈયાર હોવાનું પણ તેમણે કહ્યું હતું. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે જગદીશ ઠાકોરની વરણી બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં પ્રાણ પૂરાયો છે અને આગામી એક વર્ષનો રોડ-મેપ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

  ગુજરાતમાં તત્કાલિન રૂપાણી સરકારને હટાવીને ભાજપે પાટીદાર સમાજના રોષને ઠારવા માટે પાટીદાર મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના મનસુબા ઉપર પાણી ફેરવી દીધું હતું. જાે કે, પાટીદાર સમાજ હજુ આગામી દિવસોમાં કેવું સ્ટેન્ડ નક્કી કરે છે તેના ઉપર સૌ કોઈની નજર છે. ગુજરાતમાં આગામી વિધાનસભાનો ચૂંટણી જંગ રોચક બનશે તેમાં બેમત નથી. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવશે તો ઔવેસીની પાર્ટી પણ ઝંપલાવશે ત્યારે રોચક મુકાબલો બનશે. વિધાનસભાની ચૂંટણી તેના નિયત સમયે યોજાય છે કે વહેલા યોજાય છે તેના ઉપર સસ્પેન્સ છે પરંતુ, ગુજરાતમાં જે રીતે સત્તા પરિવર્તન કરાયું છે તે જાેતાં વિધાનસભાની ચૂંટણી તેના નિયત સમયે યોજાય તેની શક્યતાઓ ઘણી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW