HomeNationalપિનાકા- ઈઆર મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમનું સફળ પરીક્ષણ : દુશ્મનની વિરુદ્ધ વધશે...

પિનાકા- ઈઆર મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમનું સફળ પરીક્ષણ : દુશ્મનની વિરુદ્ધ વધશે મારક રેન્જ

નવી દિલ્હી, શનિવાર

     ડીઆરડીઓના સહયોગથી વિકસિત કરવામાં આવેલી પિનાકા ઈઆર મલ્ટીબેરલ રોકેટ લોન્ચર સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ આ સિસ્ટમની એક્સ્ટેન્ડેડ રેન્જ એટલે કે વિસ્તારીત કિલિંગ રેન્જ માટે કરવામાં આવ્યું છે. તેને ડીઆરડીઓની પુણે ખાતેની એઆરડીએ લેબ અને એચઈએમઆરએલની મદદથી ડિઝાઈન કરવામાં આવી છે. હવે આ તકનીકને ભારતીય ઈન્ડસ્ટ્રીને હસ્તાંતરીત કરવામાં આવશે.

      પિનાકા ઈઆર, પિનાકા સિસ્ટમનું અપગ્રેડેડ વર્ઝન છે. પિનાકા સિસ્ટમ ગત દાયકાથી ભારતીય સેનામાં સેવારત છે. આ સિસ્ટમની મારક ક્ષમતામાં વધારો કરવા માટે તેને વિકસિત કરવામાં આવ્યું છે. તેની સાથે જ એડવાન્સ્ડ ટેક્નોલોજીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પણ કામ કરાય રહ્યું છે. આના પહેલા ઓડિશામાં જૂનમાં પિનાકા મલ્ટી બેરલ રોકેટ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જાણકારી પ્રમાણે, પિનાકા રોકેટ પ્રણાલીની વિસ્તારીત રેન્જ હેઠળ 45 કિલોમીટર સુધીના ટાર્ગેટને ધ્વસ્ત કરી શકે છે. રોકેટ દ્વારા લક્ષ્ય પર ઘણી ચોક્સાઈપૂર્વક નિશાન સાધવામાં આવ્યું છે.

    ભારતે 8 ડિસેમ્બરે જ ઓડિશાના તટ પર ચાંદીપુરની એકીકૃત પરીક્ષણ રેન્જથી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસના હવામાંથી પ્રહાર કરનારા સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનને બ્રહ્મોસના વિકસમાં સીમાચિન્હરૂપ માનવામાં આવ્યું હતું. મિસાઈલના આકાશમાંથી પ્રહાર કરનારા સંસ્કરણનું સવારે 10.30 કલાકે સુપરસોનિક યુદ્ધવિમાન સુખોઈ-30 એમકેઆઈ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

     આ પ્રક્ષેપણથી આકાશમાંથી પ્રહાર કરનારા સંસ્કરણવાળી બ્રહ્મોસ મિસાઈલોના મોટા પ્રમાણમાં ઉત્પાદનનો માર્ગ સાફ થઈ ગયો છે. ડીઆરડીઓના સચિવ અને ડીઆરડીઓના અધ્યક્ષ ડૉ. જી. સતીષ રેડ્ડીએ પરીક્ષણમાં સામેલ તમામ ટુકડીઓને અભિનંદન આપતા કહ્યુ છે કે મુખ્ય એજન્સીમાં વિભિન્ન પ્રયોગશાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, જાહેરક્ષેત્રના ઉપક્રમો અને ભારતીય વાયુસેનાએ આ જટિલ મિસાઈલ પ્રણાલીનું પરીક્ષણ, ઉત્પાદન અને નિર્માણમાં ભાગ લીધો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW